ઓગસ્ટના પહેલા જ દિવસે LPG સિલિન્ડર ₹200થી વધુ સસ્તો, જાણો તમારા શહેરના નવા ભાવ

By: Nation Gujarat Team
01 Aug, 2026

ઓગસ્ટ મહિનાની શરૂઆત દેશવાસીઓ માટે મોટી રાહત સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ 2026 થી 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાથી વધુનો મોટો કાપ મૂક્યો છે. આ નવા ભાવ 1 ઓગસ્ટથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે.

મુખ્ય શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા રેટ

તાજેતરમાં થયેલા ઘટાડા બાદ દેશના મુખ્ય શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો નીચે મુજબ છે:

દિલ્હી: દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર 202 રૂપિયા સસ્તો થઈને હવે ₹2728 માં મળશે. છેલ્લા બે મહિનામાં દિલ્હીમાં કુલ ₹385.50 નો ઘટાડો નોંધાયો છે.

કોલકાતા: કોલકાતામાં સૌથી વધુ 209 રૂપિયાનો ઘટાડો કરાતાં નવો ભાવ ₹2872.50 થયો છે.

નોંધનીય છે કે આ અગાઉ જુલાઈ મહિનામાં પણ ઓઇલ કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરમાં ₹183 નો ઘટાડો કર્યો હતો.

ઘરેલું LPG સિલિન્ડરના ભાવ યથાવત

એક તરફ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે, તો બીજી તરફ રસોડામાં વપરાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ વખતે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઘરેલું સિલિન્ડરના ભાવ (14 kg):

Delhi: ₹942

Kolkata: ₹968

Mumbai: ₹941.50

Chennai: ₹957.50


Related Posts

Load more