અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત મહત્વના વેપારી કેન્દ્રોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન APMC માર્કેટ અને શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વિરમગામ APMC માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ જવાના અહેવાલો મળતાની સાથે જ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. માર્કેટની અંદર પાણી ફરી વળવાથી અનાજ અને ખેત પેદાશો પલળી જવાનું જોખમ ઊભું થયું હતું. જોકે, રાહતની વાત એ રહી કે અગાઉથી લેવાયેલી સાવચેતીના પગલાં અને સમયસર કરાયેલી વ્યવસ્થાઓના કારણે APMC માર્કેટમાં કોઈ મોટું આર્થિક નુકસાન થતું અટકી ગયું હતું. વેપારીઓએ પોતાની જણસીને સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધી હતી, જેનાથી મોટો બચાવ થયો હતો.
7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગર, જામનગર , પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા,વડોદરા,ખેડા, આણંદ જિલ્લા ઓરેન્જ એલર્ટ.