ચાલુ ટ્રેને મુસાફરોના શ્વાસ અધ્ધર! વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું

By: Nation Gujarat Team
28 Jul, 2026

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (28મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ (MEMU) ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું. આ ઘટનાને પગલે સ્ટેશન પર અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


Related Posts

Load more