મારા પરિવાર વિશે ખોટો પ્રચાર કરાયો: ઈથનોલ નીતિ વિવાદ મુદ્દે બોમ્બે હાઈકોર્ટમાં નીતિન ગડકરીની અરજી

By: Nation Gujarat Team
27 Jul, 2026

Nitin Gadkari Defamation Suit : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ E20 ઇથેનલ મિશ્રણ નીતિ સાથે તેમના અને તેમના પરિવારના નામને જોડતા કથિત AI-જનરેટેડ ડીપફેક વીડિયો અને ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે. હાઈકોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે અને વચગાળાની રાહતની માંગ કરતી આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં ગડકરીએ મેટા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી કંપની) તેમજ એક્સ (X) ને પ્રતિવાદી બનાવ્યા છે.

ગડકરીએ પોતાના પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ

અરજી અનુસાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કેટલાક વીડિયો અને પોસ્ટ્સમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે ગડકરી અને તેમના પરિવારે સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી નાણાકીય લાભ મેળવ્યો છે. મંત્રીએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા, ખોટા અને બદનામ કરનારા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે E20 ઇથેનલ મિશ્રણ પહેલ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, માર્ગ પરિવહન મંત્રાલય હેઠળ નહીં. જેથી આ આરોપો તથ્યાત્મક રીતે ખોટા છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ડીપફેક વીડિયો અને સંબંધિત પોસ્ટ્સ તાત્કાલિક હટાવવા તેમજ તેના પ્રસાર પર રોક લગાવવાની માંગ કરી છે.


Related Posts

Load more