સાપ્તાહિક રાશિફળ: 27 જુલાઈથી 02 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

By: Nation Gujarat Team
27 Jul, 2026

Weekly Horoscope: 27 જુલાઈથી 02 ઓગસ્ટ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે સ્વભાવમાં ધીરજ અને વાતચીત કરવામાં આતુરતા ન દાખવી. જાણો આ સપ્તાહ કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય.

મેષ:

મેષ રાશિના જાતકોને કામકાજમાં સમય વધુ પસાર થાય, પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે તેનો સંતોષ પણ જોવા મળે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.

વૃષભ :

વૃષભ રાશિના જાતકો પોતાના કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત વધુ રહે તેવું બની શકે છે. આ ઉપરાંત, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. તેમજ અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું.

મિથુન:

લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.

કર્ક:

તમારે કામકાજમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ દ્વિધા ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવો.

સિંહ:

કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, એટલે ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. તેમજ ખોટા ખર્ચ થવાની પણ સંભાવના છે.

કન્યા:

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

તુલા:

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, પસંદગીની ખરીદી પણ થઈ શકે.

વૃશ્ચિક:

તમારે ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

ધન:

તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. જેનો ઉત્સાહ સારો જોવા મળે.

મકર:

સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે અને પ્રતિભા સારી રહે.

કુંભ:

વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. જેમાં આરામ કરવાની વૃત્તિ રહે.

મીન:

તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે તેમજ તમને અન્યને કામ સોંપવાનું મન થાય તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.


Related Posts

Load more