અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર, બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ!

By: Nation Gujarat Team
24 Jul, 2026

Ahmedabad Rajkot Highway Waterlogging: અમદાવાદમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ચાંગોદર પાસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અતિભારે વરસાદને પગલે બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ કરવામાં આવ્યો છે.

અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતાં લોકો માટે મોટા સમાચાર
આ અંગે એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, હાલ પૂરતું બગોદરાથી સનાતલ સુધીનો હાઈવે બંને બાજુથી બંધ રાખ્યો છે. જેથી અંદર ફસાયેલા વાહનોને બહાર કાઢી શકાય, કારણ કે ઘણી જગ્યાએ લગભગ 6-7 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે અને કોઈ પણ વાહન ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી. જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી અમે વાહનવ્યવહાર માટે કામચલાઉ ડાયવર્ઝન આપ્યું છે. જેમાં વાહનો બગોદરાથી વેજલકા અને ત્યાંથી એક્સપ્રેસવે થઈને એસ. પી. રિંગ રોડ આવી શકશે.

બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ!
તેવી જ રીતે, જો કોઈને અમદાવાદથી રાજકોટ જવું હોય તો તેઓ સનાથલ સર્કલથી એક્સપ્રેસવે પકડીને વેજલકા થઈને જઈ શકશે. આ ઉપરાંત, વિરમગામ તરફનું પણ ડાયવર્ઝન આપ્યું છે. એટલે કે જેને સીધા આગળ જવું હોય તેઓ વિરમગામ અને સુરેન્દ્રનગર વાળો રસ્તો પકડીને ત્યાંથી નીકળી શકશે. આ ડાયવર્ઝન રૂટ અંદાજે 40થી 50 કિલોમીટર જેટલા લાંબા રહેશે.


Related Posts

Load more