અમદાવાદ પહોંચ્યો દીપડો, ઘુમાની આ સોસાયટીમાં દીપડાની લટાર, મધરાતના દ્રશ્યો CCTVમાં કેદ

By: Nation Gujarat Team
20 Jul, 2026

 અમદાવાદ: ગુજરાતમાં સિંહોના હુમલાથી દહેશતમાં આવેલા લોકો માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. નદીપારના ઘુમા વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.

મળતી માહિતી મુજબ ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો આવી જતા ભાગદોડ મચી ગઈ. મધરાતે દીપડો આટાફેરા કરતો જોવા મળ્યો. સોસાયટીના સીસીટીવીમાં પણ દીપડાની લટાર કેદ થઈ. સોસાયટીમાં દીપડો પહોંચી જતા લોકોમાં અફરાતફરી અને દહેશત ફેલાઈ છે.

દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન થયા છે. વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ દીપડાને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી છે. જ્યારે મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે હાજર છે. દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટૂંકમાં….

  • અમદાવાદ ગ્રામ્ય બાદ હવે શહેરી વિસ્તારમાં દીપડાની દહેશત
  •  ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દિધી
  • શરણદીપ સોસાયટીમાં દીપડો આવી જતાં ભાગદોડ
  • મધરાતે દીપડાની ઉપસ્થિતિ નોંધાઈ
  • સોસાયટીના CCTVમાં કેદ થઈ દિપડાની લટાર
  • દિપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં દહેશત
  • વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સ્થળ પર પહોંચી…
  • મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે હાજર…
  • દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ…

Related Posts

Load more