સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત:

By: Nation Gujarat Team
15 Jul, 2026

તારીખ 6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને લીધે સુરતીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન અને અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં સુરતવાસીઓની વહારે આવીને રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાય પેકેજ મંજૂર કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.

સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર
રાજ્યમાં ભારે વરસાદને કારણે જે કોમર્શિયલ વિસ્તારોમાં નુકસાન થયું છે, ત્યાં આ સહાય પેકેજ લાગુ કરવામાં આવશે. સુરતમાં ભવિષ્યમાં ફરીથી આવી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ નક્કર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે થેન્નારસનની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ સુરત મોકલવામાં આવી હતી, અને હવે સુરતની ખાડીઓ પરના દબાણો સત્વરે દૂર કરવામાં આવશે. સુરત શહેર માટે સરકારે આગામી ત્રણ વર્ષ માટે વધુ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, આમ સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર થયું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પેકેજ અંગેનો સત્તાવાર પરિપત્ર આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. આમ છતાં, જો કોઈ અસરગ્રસ્તો સહાયથી બાકી રહી જશે, તો સરકાર તેમની રજૂઆતો સાંભળીને સહાય આપવા અંગે સકારાત્મક વિચારણા કરશે.

 રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા

  • અસરગ્રસ્તો ને રાજય સરકાર કઇ રીતે મદદગાર થઇને તેમનો વેપાર ફરી શરૂ ચાલી કરાવી શકે તેમને નુકશાનીમાંથી બહાર લાવવામા ફુલ નહી તો ફુલની પાંખડી અને ખભે થી ખભો મીલાવી મદદ કરી શકીએ તે દિશામાં રાજ્ય સરકાર ખૂબ ડિટેલમાં સર્વેના આધારે મહત્વના નિર્ણયો મુખ્યમંત્રીશ્રીએ રાજયની કેબિનેટ બેઠકમાં લીધા છે.
  • રાજ્યના સૌ નાગરીકોને મદદ પહોંચાડવા મહત્વનો નિર્ણય લીધો છે.
  • કુલ મળીને 19 હજારથી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવખરી આપવામાં આવી
  • જે લોકોના ઘરે પાણી ભરાયા હોય અને નોકરી ધંધામાં ન જઇ શક્યા હોય તેવા 36 હજાર લોકોને ખાસ સહાય આપવામાં આવી
  • રાજ્યસરકારે અસરગ્રસ્ત લોકો સાથે મજબૂતાઇથી ઉભા રહેવા નિર્ણય કર્યો છે.
  • સરકાર દ્વારા રોજ કમાઇને ખાનાર માટે પણ ચિંતા કરવામાં આવી,નાનો-મોટો વેપાર કરતા મધ્યવર્ગના લોકોની પણ ચિંતા કરી છે સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની-મોટી ઇન્ડસ્ટ્રી ચલાવતા તેવા લોકની પણ ચિંતા કરી છે.
  • પેકેજ સહાયમાં જે કોઇ લારી-રેકડી ચલાવતા હોય તેમને નુકશાન થયુ હોય તેવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવામાં આવશે.
  • 40 ફુટ સુધીની નાની કેબિન હોય તેવા લોકોને 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે
  • મોટી કેબિન જે 40 ફુટથી વધુ હોય તેવા લોકોને 50 હજાર રૂપિયાની સહાય
  • પાકિ દુકાન જેમની હોય તેવા લોકોને 1 લાખની સહાય
  • જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યુ હશે અને તેવા લોકોને પાકિ દુકાનામાં 1 લાખની સહાય
  • જેમની પાકિ દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા પ્રોગ્રેસીવ વિચાર રાખી લોન આપવામાં આવશે આ લોન પર 3 વર્ષ માટે 7 ટકાના દરે વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
  • જેનુ જીએસટીમાં 7.50 લાખ સુધીનું ટર્ન આવર છે તેમને 20 લાખ સુધી લોન વધુમાં વધુ એટલે કે 5 લાખ રૂપિયા રાજ્ય સરકાર વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે
  • 50થી 15 લાખ નું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા વ્યાજ ચુકવવામાં આવશે.
  • 15 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને 30 લાખ સુધી લોન અને 10 લાખ રૂપિયા સિધા રાજ્ય સરકાર વ્યજા ભરશે
  • કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં તેમની ટીમ દ્વારા 48 કલાકમાં લેવાની શરૂઆત કરી દેવામાં આવશે અને તાત્કાલીક રહાત ચૂકવવામાં આવશે
  • જેમના ઘરોમાં પાણી ભરાયુ હશે,જેમની દુકાનોમાં પાણી ભરાયુ હશે અને નુકશાન થયુ હશે, વિડિયો ગ્રાફી ફોટોગ્રાફિના આધારે તમામ એકમોને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તી આપવામાં આવશે.
  • આજ સુધીનું સૌથી મોટુ પેકેજ રાજ્ય સરકાર દ્વારા ચુકવાયું છે.
  • મુખ્યમંત્રીશ્રી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં રાજ્યમાં જે પણ વિસ્તારમાં વરસાદ ઓછો પડયો હોય અને ત્યા પશુધન, ગૌ શાળા, પાજરાપોળો હોય ત્યાં પશુઓને ઘાસચારા માટે કોઇ તકલીફ ન પડે તે માટે નિર્ણયની સત્તા સિધી સત્તા કલેક્ટરને આપવામાં આવી છે.

Related Posts

Load more