હવે ખોરાકમાં ભેળસેળ,રસોડામાં ગંદકી, સહિતની સીધી ફરિયાદ ગ્રાહકો નોંધાવી શકાશે: FSSAIએ લોન્ચ કરી મોબાઈલ એપ

By: Nation Gujarat Team
13 Jul, 2026

ભારતમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખોરાક સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ‘Food Safety Connect’ નામની નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા સામાન્ય નાગરિકો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અથવા સ્ટ્રીટ ફૂડમાં જોવા મળતી ગંદકી, ભેળસેળ અથવા ખરાબ ગુણવત્તાવાળા ખોરાક અંગે સીધી ફરિયાદ નોંધાવી શકશે.એપમાં ફરિયાદ કરતી વખતે ઘટનાસ્થળની તસવીર, સ્થળનું નામ, સરનામું અને અન્ય જરૂરી વિગતો અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. ફરિયાદ સબમિટ થયા બાદ તે સંબંધિત વિસ્તારના ફૂડ સેફ્ટી અધિકારીના ડિજિટલ ડેશબોર્ડ પર સીધી પહોંચશે, જેથી ઝડપથી તપાસ અને કાર્યવાહી થઈ શકે.

* મોબાઇલમાં Food Safety Connect એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.

* એપ ખોલીને ગંદકી અથવા ખરાબ ખોરાકની તસવીર લો અને અપલોડ કરો.

* સ્થળનું નામ અને સરનામું દાખલ કરો.

* ફરિયાદનો પ્રકાર પસંદ કરીને જરૂરી વિગતો ભરો.

* અંતે ફરિયાદ સબમિટ કરો. ત્યારબાદ ફરિયાદ સંબંધિત ફૂડ સેફ્ટી અધિકારી સુધી સીધી પહોંચી જશે.


Related Posts

Load more