OTT Release: આ સપ્તાહમાં ઓટીટી પર થશે ધમાલ, zee5 થી લઈ નેટફ્લિક્સ પર રિલીઝ થશે નવી ફિલ્મો

By: Nation Gujarat Team
09 Jul, 2026

This Week OTT Release: શુક્રવારે બોક્સ ઓફિસ પર નવી ફિલ્મોની સાથે ઓટીટી પર પણ નવી ફિલ્મોનો ખજાનો ખુલવાનો છે. થોડા સમય પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી નવી નક્કોર ફિલ્મોની સાથે સની દેઓલની ફિલ્મ કોર્ટરુમ ડ્રામા ફિલ્મ પણ આ સપ્તાહમાં ઓટીટી પર જોઈ શકો છો. આ વખતે દરેક ઓટીટી પ્લેટફોર્મ પર જોવા માટે ખાસ ફિલ્મો રિલીઝ થવાની છે.

રામ ચરણ અને જાનવી કપૂરની ફિલ્મ પેદ્દી 9 જુલાઈથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે. પેદ્દી ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ઓટીટી પર આ ફિલ્મ હાલ તો તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ વર્જનમાં જોવા મળશે. આ ફિલ્મનું હિંદી વર્ઝન ઓગસ્ટમાં ઓટીટી પર આવશે તેવું અનુમાન છે.

પતિ પત્ની ઔર વો દો

આયુષમાન ખુરાના, વામિકા ગબ્બી, રકુલ પ્રીત અને સારા અલી ખાનની ફિલ્મ પતિ પત્ની ઔર વો દો ફિલ્મ પણ આ વીકમાં ઓટીટી પર આવી જશે. આ ફિલ્મ 10 જુલાઈથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ રોમાન્ટિક કોમેડી જોનરની ફિલ્મ છે.

સની દેઓલની ફિલ્મ ઈક્કા

સની દેઓલની મચ અવેટેડ ફિલ્મ ઈક્કા હવે નેટફ્લિક્સ પર રિલીઝ થવા માટે રેડી છે. ઈક્કા કોર્ટરુમ ડ્રામા છે જેમાં સની દેઓલ ઉપરાંત અક્ષય ખન્ના મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ 10 જુલાઈથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે.

પરિમાલા એન્ડ કંપની

પરિમાલા એન્ડ કંપની ફિલ્મ ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં જયરામ છે. ફિલ્મ મૂળ તમિલ ભાષાની છે. આ ફિલ્મ 10 જુલાઈથી ઝી5 પર સ્ટ્રીમ થશે.

બાલ્ટી

જો તમને એકશન ડ્રામા ફિલ્મ જોવી છે તો આ વીકેમાં તે પણ તમને મળશે. સોની લિવ પર મલયાલમ એક્શન ડ્રામા ફિલ્મ બાલ્ટી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 10 જુલાઈથી સોની લિવ પર જોઈ શકાશે.


Related Posts

Load more