2024નો તે સંયોગ… ક્રિકેટ મેચથી શરૂ થઈ સિયા-ચેતનની લવ સ્ટોરી

By: Nation Gujarat Team
28 Jun, 2026

જાણીતા રિયલ એસ્ટેટ કારોબારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં લોનાવાલા ગ્રામીણ પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી ચેતન ચૌધરીનું બાઇક જપ્ત કર્યું છે, જેના દ્વારા તેણે પુણેથી લોહાગઢ કિલ્લા સુધીની સફર કરી હતી. આ સાથે ઘટના સમયે ચેતન દ્વારા પહેરવામાં આવેલી હૂડી અને હેડફોન પણ પોલીસે કબજે કર્યું છે. લોનાવાલા પોલીસ પ્રમાણે 16 જૂન (હત્યાના દિવસે) ઉપયોગમાં લેવાયેલી બાઇક અને કપડાની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે.

આ વચ્ચે હત્યાકાંડની મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલે પૂછપરછમાં એક ખતરનાક ખુલાસો કર્યો છે, જેનાથી તપાસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે, સિયાએ સ્વીકાર્યું કે ચેતન ચૌધરીની સાથે પોતાના પ્રેમ પ્રસંગ વિશે પોતાના પરિવારને જણાવવાની જગ્યાએ તેને કેતનની હત્યા કરવી વધુ સરળ લાગી. સિયાએ દાવો કર્યો કે તે અફેરની વાત જણાવી પરિવારને પરેશાન કરવા ઈચ્છતી નહોતી. તેથી તેણે ચેતનની સાથે મળી કેતનની હત્યાનો માર્ગ પસંદ કર્યો.

ભાઈ સાહિલની 10 કલાક પૂછપરછ
લોનાવાલા પોલીસે હાઈ-પ્રોફાઇલ મામલાનો પર્દાફાશ કરવા માટે કુલ 6 વિશેષ ટીમો બનાવી છે. પોલીસ આ ઘટનામાં કોઈ ત્રીજા વ્યક્તિની સંડોવણીની પણ તપાસ કરી રહી ચે. આ સિલસિલામાં સિયાના ભાઈ સાહિલ ગોયલની કુલ 10 કલાક પૂછપરછ કરવામાં આવી. સાહિલે પણ પોલીસને જણાવ્યું કે સિા અને ચેતનની મુલાકાત એક ક્રિકેટ મેચ દરમિયાન તેના દ્વારા થઈ હતી. પોલીસ તેના માતા-પિતાની પણ પૂછપરછ કરી રહી છે.

ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા ફોન
પોલીસે સિયા અને ચેતન બંનેના મોબાઈલ ફોન જપ્ત કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે. કોલ રેકોર્ડ પ્રમાણે જાન્યુઆરી 2026થી બંને વચ્ચે 2004 કોલ થયા, જેમાં 238 કલાકથી વધુ સમય વાતચીત થઈ. પોલીસને આશા છે કે ડિલીટ કરવામાં આવેલા ચેટ્સ અને એફએસએલથી હત્યાના ષડયંત્રની ટાઈમલાઈન સ્પષ્ટ થઈ જશે.

કેસમાં વરિષ્ઠ વકીલ ઉજ્જલ નિકમની એન્ટ્રી
મામલાની ગંભીરતાને જોતા મૃતક કેતન અગ્રવાલના માતા-પિતાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોએ મામલાની તપાસ એસઆઈટીને સોંપવા અને વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને વિશેષ સરકારી વકીલ (Special Public Prosecutor) નિમણૂંક કરવાની માગ કરી છે. મુખ્યમંત્રીએ તત્કાલ કાર્યવાહી કરતા ઉજ્જવલ નિકમને આ કેસના સરકારી વકીલ નિમણૂંક કર્યા છે, જેનાથી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

કરી રીતે થઈ કેતન અગ્રવાલની હત્યા, જુઓ ઘટનાની ટાઈમલાઈન
ફેબ્રુઆરી ૨૦૨૬:
 પુણેના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપના ડાયરેક્ટર કેતન અગ્રવાલ અને સિયા ગોયલની સગાઈ થઈ. નવેમ્બર મહિનામાં ઉદયપુર (રાજસ્થાન)ના એક શાહી મહેલમાં તેમના ભવ્ય લગ્ન આયોજિત થવાના હતા.

સિયાનો ગુપ્ત પ્રેમ સંબંધ: સિયા આ લગ્ન કરવા નહોતી માંગતી, કારણ કે તે છેલ્લા એક વર્ષથી ચેતન ચૌધરી નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. બંનેના પરિવારો ડ્રાયફ્રૂટ્સના વ્યવસાય સાથે જોડાયેલા હતા. સિયા અને ચેતને કેતનને રસ્તામાંથી હટાવવા માટે ૬ મહિનામાં ૨,૦૦૪ ફોન કોલ્સ અને ૨૩૮ કલાક સુધી વાતચીત કરીને મર્ડર પ્લાન તૈયાર કર્યો હતો.

બાલી ટ્રિપ કેન્સલ કરાવી: જૂનના પહેલા અઠવાડિયામાં કેતન અને સિયા પ્રી-વેડિંગ શૂટ માટે બાલી જવાના હતા. સિયાએ આ ટ્રિપ ટાળવા માટે મુંબઈ એરપોર્ટ જતી વખતે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક ગુપ્ત રીતે કેતનનો પાસપોર્ટ ચોરી કરીને નષ્ટ કરી નાખ્યો હતો.

હત્યાના બે અસફળ પ્રયાસો: પોલીસે જણાવ્યું કે સિયા કેતનને અગાઉ ૩૧ મે અને ૧૪ જૂનના રોજ પણ લોહાગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ૧૪ જૂને તેણે કેતનને ધક્કો માર્યો હતો, પરંતુ કેતને ઝાડી પકડી લેતા તે બચી ગયો હતો. તે સમયે સિયાએ ‘મેં સાપ જોયો એટલે મારો પગ લપસ્યો’ તેમ કહીને વાત વાળી લીધી હતી.

૧૭ અને ૧૮ જૂન – હત્યાનો દિવસ
૧૭ જૂન: સિયા અને તેનો પ્રેમી ચેતન પુણેના એક કેફેમાં મળ્યા. તેમણે લોહાગઢ કિલ્લા પર કઈ જગ્યાએથી કેતનને ધક્કો મારવો તે લોકેશન અને આખો પ્લાન આખરી કર્યો.

૧૮ જૂન (હત્યાનો દિવસ): ૧૯ જૂને સિયાનો જન્મદિવસ હતો, તેથી સિયાએ બર્થ-ડે સેલિબ્રેશનના બહાને કેતનને લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે મજબૂર કર્યો.

સવારે ૮:૩૦ કલાકે: કેતન અને સિયા કિલ્લા તરફ નીકળ્યા. બીજી તરફ પ્રેમી ચેતન ચૌધરી પણ પોતાની ટૂ-વ્હીલર પર ત્યાં પહોંચી ગયો. ગરમી હોવા છતાં પોતાની ઓળખ છુપાવવા ચેતને માથા પર હૂડી (Hoodie) પહેરી રાખી હતી.

બપોરના સમયે (ઘાતકી અંત): કિલ્લા પર એક નિર્જન અને ઊંડી ખીણવાળી જગ્યાએ પહોંચીને સિયા અને ચેતને કેતનને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.


Related Posts

Load more