ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે ગુરુવારે મધરાતે ભયાનક અકસ્માત ,સળગતી કારમાં જીવના જોખમે ‘મોબાઈલ’ની શોધ!

By: Nation Gujarat Team
28 Jun, 2026

ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે ચાર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો એક રૂંવાડા ઊભા કરી દે તેવો નવો વીડિયો સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, તેમ છતાં કાર ચાલક યુવક પોતાના જીવની પરવા કર્યા વગર સળગતી ગાડીમાં મોબાઈલ ફોન શોધતો જોવા મળ્યો હતો, જે દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત એક ક્રેટા (Creta) કારના ચાલકે સર્જ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, અને જો ક્રેટા કારના રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય, તો તેની ઓવર-સ્પીડિંગ તેમજ અગાઉ ફાટેલા અન્ય મેમોની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે તેમ છે.


Related Posts

Load more