બુધની ગણતરી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શક્તિશાળી ગ્રહોમાં થાય છે. જૂન 29 જૂન 2026થી 23 જુલાઈ 2026 સુધી બુધ કર્ક અને મિથુન રાશિમાં વક્રી (ઉલ્ટી ચાલ) સ્થિતિમાં રહેશે. બુધને વેપાર અને વાણીના કારક ગ્રહ ગણવામાં આવે છે. આથી તેમની પ્રતિકૂળ સ્થિતિ જીવનમાં અનેક ક્ષેત્રે ઉથલપાથલ મચાવી શકે છે. આ ફેરફાર દરમિયાન કેટલીક રાશિઓએ સંભાળીને રહેવું પડશે.
બુધ એ મિથુન રાશિના સ્વામી ગ્રહ છે. આથી તેની સીધી અને ઊંડી અસર તમારા પર પડી શકે છે. આ દરમિયાન તમારા બિનજરૂરી ખર્ચા વધી શકે છે. જેનાથી તમારું બજેટ ખોરવાઈ શકે. વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી ખુબ સમજી વિચારીને કરવી જોઈએ કારણ કે તમારા કટુ વચનો કોઈ મોટા વિવાદનું કારણ બની શકે છે.
બુધની વક્રી ચાલ તમારા માટે માનસિક તણાવ અને બિજનરૂરી ચિંતાઓ લઈને આવી શકે છે. આ સમય દરમિયાન વેપારમાં અપેક્ષિત લાભ ન મળવાથી કે કોઈ ખાટા નિર્ણયને કારણે આર્થિક નુકસાનની સંભાવના રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું રહેશે કારણ કે જૂની બીમારીઓ ફરીથી ઉથલો મારી શકે છે.
બુધ તમારી રાશિના ત્રીજા ભાવ (સંચાર અને પરાક્રમ)માં વક્રી થવા જઈ રહ્યા છે. મીડિયા, લેખન, માર્કેટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાતકોને પોતાના કામમાં વારંવાર અડચણોનો સામનો કરવો પડી શકે છે. રોકાણ સંલગ્ન મામલાઓમાં કોઈ પણ મોટું જોખમ ઉઠાવતા બચો. તમારી યોજનાઓ કોઈની સાથે શેર ન કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)
તસવીરો- તમામ તસવીરો AI Image