કેન્સર અત્યંત ગંભીર અને જીવલેણ બીમારી છે. દુનિયાભરના દેશોમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં દર વર્ષે વધારો જોવા મળે છે. ભારતમાં પણ કેન્સરની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેમાં પણ ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરના કેસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો જોવા મળ્યો છે. કેન્સર કોઈપણ પ્રકારનું હોય તેમાં એક પેટર્ન 90 ટકા કેસમાં જોવા મળે છે. આ પેટર્ન છે કે દર્દીને કેન્સરની ખબર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચ્યા પછી પડે છે.
મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે કેન્સરને અર્લી સ્ટેજ એટલે કે શરૂઆતના સ્ટેજમાં પણ પકડી શકાય છે અને સારવાર શરૂ થઈ જાય છે અને વ્યક્તિનો જીવ પણ બચી શકે. પરંતુ કેન્સરના શરૂઆતના સ્ટેજમાં લોકો 3 એવી ભૂલો કરી બેસે છે જેના કારણે કેન્સર શરીરમાં પ્રસરી જાય છે અને જ્યારે કેન્સરની ખબર પડે ત્યારે ત્રીજું કે ચોથું સ્ટેજ આવી ગયું હોય છે.
ઓરલ કેન્સર હોય કે અન્ય કોઈપણ પ્રકારનું કેન્સર થયું હોય શરૂઆતના સ્ટેજમાં પણ તેના લક્ષણો જોવા મળે છે. પરંતુ આ લક્ષણોને ધ્યાનમાં લેવાને બદલે લોકો 3 મોટી ભૂલો કરી બેસે છે જેના કારણે કેન્સર ઝડપથી ફેલાવા લાગે છે અને ત્રીજા ચોથા સ્ટેજમાં પહોંચ્યા પછી તેના વિશે ખબર પડે છે. આ ત્રણ ભૂલો કઈ છે ચાલો તમને જણાવીએ.
હેલ્થ ચેકઅપ ન કરાવવું
ડોક્ટરના જણાવ્યા અનુસાર ભારતમાં મોટાભાગે લોકો રૂટીન ચેકઅપ અને સ્ક્રીનીંગ કરાવવાનું ટાળે છે. શરીરમાં જ્યારે કોઈ તકલીફ થાય અને તે સહન ન થાય ત્યારે ડોક્ટર પાસે જાય છે અને પોતાનું ચેકઅપ કરાવે છે. રૂટીન ચેકઅપ અને સ્ક્રિનિંગની જાગૃતિના અભાવના કારણે કેન્સર જેવી બીમારી ફેલાઈ જાય પછી તેના વિશે ખબર પડે છે. જો રેગ્યુલર સ્ક્રિનિંગ અને ચેકઅપ થતું હોય તો કેન્સરના શરૂઆતથી સ્ટેજમાં પણ તેના વિશે જાણી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોમાં સ્ક્રિનિંગ અને ચેકઅપ અંગેની જાગૃતિનો અભાવ હોય છે અથવા તો લોકો તેને બિનજરૂરી સમજીને ટાળે છે.
શરુઆતી લક્ષણોને ઇગ્નોર કરવા
ડોક્ટરના જણાવ્યા અનુસાર કેન્સરના શરૂઆતના સ્ટેજના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે. આ લક્ષણોને લોકો ધ્યાનમાં લેતા નથી અને ઇગ્નોર કરે છે. દાખલા તરીકે જો મોઢાનું કેન્સર થયું હોય તો શરૂઆતમાં મોઢામાં ચાંદા પડે છે. ચાંદા પડવાની સમસ્યાને મોટાભાગે લોકો સામાન્ય ગણીને લાંબા સમય સુધી ઇગ્નોર કરે છે. આવી સમસ્યામાં ડોક્ટર પાસે જવાને બદલે લોકો ઘરેલુ ઉપાય અપનાવતા રહે છે જેના કારણે કેન્સર પ્રસરવા લાગે છે. ઘરેલુ ઉપાય કરીને લોકો થાકે ત્યારે ડોક્ટર પાસે જાય છે ત્યાં સુધીમાં કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હોય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મોઢામાં ચાંદુ થાય અને તે બે અઠવાડિયા સુધી ન મટે તો વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.