Related Posts
સુરત શહેર ફરી એકવાર રક્તરંજિત ઘટના બાદ ચકચારમાં આવી ગયું છે. સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના મિત્રો સાથે ચા પીવા ગયા હતા ત્યારે નજીવી બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ગંભીર બન્યો કે 10 થી 15 જેટલા યુવકોએ તિક્ષ્ણ હથિયારો સાથે બંને પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાથી બંને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.