પેટ્રોલ-ડીઝલ બાદ હવે રસોડું ભડકે બળ્યું!:ફરી LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં,

By: Nation Gujarat Team
07 Jun, 2026

ઘરેલુ LPG સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. નવા દર આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત ₹913 થી વધીને ₹942 થઈ જશે.

ત્રણ મહિનામાં બીજી વાર LPGની કિંમત વધારવામાં આવી છે. આ પહેલા 7 માર્ચના રોજ LPG સિલિન્ડરના ભાવ ₹60 વધારવામાં આવ્યા હતા. આ રીતે 3 મહિનાની અંદર ઘરેલુ સિલિન્ડર 89 રૂપિયા મોંઘો થયો છે.

ન્યૂઝ એજન્સી PTIના સૂત્રો અનુસાર, તેલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી ઊર્જા ખર્ચ અને ઘરેલુ વેચાણ પર નુકસાનના કારણે કિંમતો વધારવી પડી છે.

ન્યૂઝ એજન્સી PTI એ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે સરકારી તેલ કંપનીઓને દરેક ઘરેલુ સિલિન્ડર પર આશરે ₹703 નું નુકસાન થઈ રહ્યું હતું. ભાવ વધવા છતાં માત્ર આંશિક ભરપાઈ થશે.

2026 પહેલા સરકારે 8 એપ્રિલ 2025 ના રોજ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹50 નો વધારો કર્યો હતો. 1 માર્ચ 2026 ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹31 સુધી વધારવામાં આવ્યા હતા.

5 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમતોમાં પણ ₹11 નો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી તેની કિંમત ₹821.50 થઈ ગઈ.

LPG પહેલા પેટ્રોલ, ડીઝલ અને CNG ના ભાવ પણ વધ્યા

છેલ્લા કેટલાક અઠવાડિયામાં પેટ્રોલ, ડીઝલ અને CNG ના ભાવ પણ વધ્યા છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો કુલ મળીને ₹7.50 પ્રતિ લિટર વધી ચૂકી છે, જ્યારે CNG આશરે ₹6 પ્રતિ કિલો મોંઘી થઈ છે. કંપનીઓને પેટ્રોલ પર આશરે ₹11 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹33.6 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે.

આમ છતાં કંપનીઓ દાવો કરે છે કે પેટ્રોલ-ડીઝલ હજુ પણ પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચાઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક કિંમતોમાં થયેલા સંપૂર્ણ વધારાનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી. ક્રૂડ ઓઇલ મોંઘું થવાનો અમુક બોજ સરકારી તેલ કંપનીઓ પોતે ઉઠાવી રહી છે.


Related Posts

Load more