કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં મોટા પાયે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક મીમ અને ડિજિટલ આંદોલન તરીકે શરૂ થયેલું આ અભિયાન હવે રાજકારણમાં પ્રવેશવા ધમપછાડા કરી રહ્યું છે. નીટ-યુજી અને સીબીએસઈ જેવી પરીક્ષાઓમાં સર્જાયેલી ગેરરીતિઓના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવાની તૈયારી આ પાર્ટી કરી રહી છે.
અભીજિત દીપકે આવશે ભારત
કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભીજિત દીપકે આંદોલન માટે 6 જૂનના રોજ અમેરિકાથી ભારત પાછા ફરી રહ્યા છે. આ પહેલા તેમની પાર્ટીએ સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકાને પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા. જે જનતા અને મીડિયા સાથે વાતચીત કરશે.
શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં
સૌરભ દાસ, વિજેતા દહિયા અને આશુતોષ રાંકાએ બુધવારે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી. પ્રવક્તાઓએ જણાવ્યું કે 6 જૂનના રોજ પાર્ટીના સંસ્થાપક અભીજિત દીપકે અમેરિકાથી ભારત પાછા ફરશે અને દિલ્હી પહોંચી જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી માંગશે. ત્યારે આવામાં લોકોના મનમાં એ પણ સવાલ છે કે પાર્ટીએ નિયુક્ત કરેલા 3 પ્રવક્તાઓ આખરે કોણ છે? ખાસ જાણો.
સૌરવ દાસ
કોકરોચ જનતા પાર્ટીએ સૌરવ દાસને મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે હું ખુબ ઉત્સાહિત છું કે કોકરોચ જનતા પાર્ટીમાં મુખ્ય પ્રવક્તા તરીકે સામેલ થઈ રહ્યો છું. સૌરવ દાસ એક પત્રકાર છે જે ખાસ કરીને કાયદા, ન્યાયિક અને સામાજિક મુદ્દાઓ પર લખે છે. તેઓ પત્રકાર હોવાની સાથે સાથે એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પણ જાણીતા છે.
નવેમ્બર 2025માં ઈન્ડિયા ગેટ પર થયેલા પ્રદૂષણ વિરોધી પ્રદર્શનોમાં સૌરવ દાસ સામેલ હતા. આ ઉપરાંત આરટીઆઈ દ્વારા સૂચનાઓ મેળવીને તેના રિપોર્ટ લખે છે. કોવિડ 19 દરમિયાન આરટીઆઈ અને કોર્ટ કાર્યવાહી દ્વારા આરોગ્ય સેતુ એપના વિકાસ અને સંચાલન વિશે જાણકારી જાહેર કરીને ચર્ચામાં આવ્યા હતા.
વિજેતા દહિયા
કોકરોચ જનતા પાર્ટીના નવા નિયુક્ત થયેલા પ્રવક્તા વિજેતા દહિયા હરિયાણાથી આવે છે જો કે હાલ મુંબઈમાં રહે છે. તેમણે પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાન દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટી (DTU)માંથી અભ્યાસ કર્યો છે. તેઓ એર રાજનીતિક શોધકર્તા, લેખક, અને ફિલ્મ મેકર છે. તેમણે અનેક પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે અને હરિયાણવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે.
આ ઉપરાંત તેમણે યુટ્યુબર ધ્રુવ રાઠી માટે રિસર્ચર અને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પણ કામ કરેલું છે. આ ઉપરાંત Quora હિન્દી પ્લેટફોર્મ પર રાજકારણ, ઈતિહાસ, અને સિનેમા જેવા વિષયો પર પોતાના ઊંડા અને રિસર્ચ આધારિત વિશ્લેષણ માટે સારા લેખક તરીકે પસંદગી પામેલા છે. વિજેતા દહિયાએ બે બેસ્ટ સેલિંગ પુસ્તકો લખ્યા છે. જેમાંથી એક પાવર ઓફ યુનિવર્સ અને ટુ હેલ વિધ ધેટ જોબ છે. તેમણે હરિયાણવી ફિલ્મો દરારે અને ઓપરી પરાઈ લખી છે અને દિગ્દર્શન કરેલું છે.
આશુતોષ રાંકા
આશુતોષ રાંક પણ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા બન્યા છે. તેઓ દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાન આઈઆઈટી કાનપુરથી એન્જિનિયરિંગ (બી ટેક)નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)થી કર્યો. મેકિંગ્સે સાથે પણ કામ કરી ચૂક્યા છે તથા પર્યાવરણ તથા શિક્ષણ સંબંધિત અભિયાનોમાં સક્રિય છે. કન્સલ્ટન્ટ, પબ્લિક પોલીસી વિશેષજ્ઞ અને સામાજિક કાર્યકર તરીકે તેમની ઓળખ છે.
આશુતોષ રાંકા ગત વર્ષે જ લંડનથી પાછા ફર્યા છે અને જયપુરમાં પર્યાવરણ, શિક્ષણ, અને યુવાઓ સંલગ્ન અનેક જન આંદોલનોનું નેતૃત્વ કર્યું છે. ડોલનું પૂર, આમાયરા આત્મહત્યા કેસ, અને નીટ પેપલ લીક મુદ્દે આક્રમક રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે મીડિયા સાતે દેશની શિક્ષણ પદ્ધતિઓમાં સુધાર અને પારદર્શકતા લાવવા માટે પૂરજોશથી અવાજ ઉઠાવી રહ્યા છે.