ગુજરાતમાં દારૂબંધીના લીરાલીડા ઉડાડતા અને લોકોના જીવ સાથે રમત રમતો એત અંત્યત ચોકવનારા કિસ્સા સામે આવે છે ગાંઘીના ગુજરાત ડ્રાઇ સીટી છે અંહી દારુ કાયદેસર ન મળે પણ ગેરકાયદેસર કેટલાય દારૂના ટ્રકો કે કારો ઝડપાયા છે. જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ચલાવવા માટે કેટલાક તત્વોએ માનવ જીદંગીને જોખમમા મુકીને અગરબત્તી બનાવવા માટે વપરાતા અંત્યત ઝેરી કેમિકલથી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ વડા રોહિત ડગરે સત્તાવાર નિવેદન આપીને વિગતો જાહેર કરી છે. પોલીસે મુખ્ય આરોપીને ઝડપીને મોટા કૌભાંડના મુળ સુધી પહોંચવા ચક્રો ગતીમાન કર્યા છે.
આ ઘટના અંગે ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી અગરબત્તી બનાવવા લિક્વિડ કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનો ઉપયોગ કરીને નકલી દેશી દારૂ તૈયાર કરતો હતો. આ ઝેરી કેમિકલ યુક્ત દેશી દારૂ પિવાથી 4 લોકો અંત્યત નાજુક સ્થિતિમાં આવી ગયા છે તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના મીડિયામાં આવતા પંથકમાં લઠ્ઠાકાંડ થયો હોવાની અફવા ફેલાઇ હતી. જો કે ઇન્ચાર્જ એસપીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ઝેરી પિણાથી કોઇનું મોત થયુ નથી અને મોતની અફવા તદન પાયાવિહોણી છે. ઘટના સ્થળેથી મળી આવેલ નકલી દેશી દારુને એફએસએલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. પોલીસ આ ઘટનાને ગંભીરતાથી લેતા સ્પષ્ટ જણાવ્યું છે કે, લોકોના જીવ સાથે ચેડા કરનાર તમામ આરોપીઓને કાયદાનો કડક પાઠ ભણાવીશું અને કડકમાં કડક સજા અપાવીશું હવે જોવાનું એ છે કે આ ઘટના પછી કેટલા લોકોને કડક સજા મળે છે અને આવી ગંભીર ઘટનાઓ થતા કેટલી અટકે છે.