રાજકોટ – બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી સમયમાં યોજાનાર દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથ્થાએ કર્યો વિરોધ અને કહ્યુ કે….

By: Nation Gujarat Team
01 Jun, 2026

રાજકોટમાં આગામી 5 થી 7  જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિ-દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ના સમાચાર વાયુ વેગે ફેલાતા કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો છે જેના કારણે હવે સામાજીક અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. બાબા ની શક્તિઓ અને તેમના દિવ્ય દરબાર સામે કેટલાક લોકોએ પ્રશ્ન કર્યા છે જેમાં એડવોકેટ પુરષોત્તમ પીપળીયા ને સોશિયલ મીડિયા થકી જાનથી મારી નાખવાની  સહિત ઘણી ધમકીઓ મળી હોવાનો દાવો પણ કર્યો છે. વિજ્ઞાન જાથ્થાએ પણ આ કાર્યક્રમને લઇ વિરોધ વ્યકત કર્યો છે. વિજ્ઞાન જાથ્થાના ચેરમેન જયંત પંડયાએ કહ્યુ હતું કે, અમે અંધશ્રદ્ધાના વિરોધી છીએ. શ્રદ્ધા અને આસ્થા પ્રત્યે અમારુ સમર્થન છે. વિજ્ઞાન જાથ્થા દ્વારા ફકત અંધશ્રદ્ધાનો વિરોદ કરવામાં આવે છે. જે લોકો ખોટા વચનો અને ખોટી વાતો કરીને લોકોને અંધ શ્રદ્ધામાં ધકેલે છે તેવા વ્યક્તિઓનો પણ અમે વિરોધ કરીએ છીએ.

દિવ્ય દરબારનો વિરોધ કરતા એડવોકેટ પુરષોત્તમ પીપળીયા ને મીડિયાને જણાવ્યું હતું કે, વિરોધ કરવા બદલ હવે તેમને સો.મીડિયામાં વિવિધ પ્રકારની ધમકીઓ મળી રહી છે. જે લોકો મને ધમકી આપી રહ્યા છે તે લોકો ચોકક્સ વિચારધારા પ્રેરિત છે. હું સનાતન ધર્મનો વિરોધી નથી. હુ પણ હિન્દુ સમર્થક છું પરંતુ ધર્મના નામે થતા દોરા ઘાગા અને પ્રપંચનો વિરોધી છું. ધમકી આપી છે તેવા વ્યક્તિઓ સામે તેઓ હાલ તો કોઇ પોલીસ ફરિયાદ નોંધાવાના નથી.

તમે કહો કે શું દિવ્ય દરબારનો વિરોધ થવો જોઇએ કે નહી અને શું વિજ્ઞાન જાથ્થાએ દિવ્ય દરબારની પરિક્ષા લેવી જોઇએ કે કેમ


Related Posts

Load more