IPL ફાઈનલની 1.5 કલાકમાં 45 હજાર ટિકિટ વેચાઈ:અમદાવાદમાં મોદી સ્ટેડિયમ બહાર બેરિકેડિંગ લગાવાયાં

By: Nation Gujarat Team
31 May, 2026

31 મે, 2026ના રોજ આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1.5 કલાકમાં 45 હજાર ટિકિટોનું વેચાણ IPL 2026 ફાઈનલ મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ સવારે 10 વાગ્યા બાદ શરૂ થયું હતું. 1.5 કલાકમાં જ 45 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. સવારના દોઢ કલાકમાં જ 30 ટકા જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું.

ગણતરીના કલાકો અગાઉ ફરીથી ટિકિટનું વેચાણ શરૂ IPLની ફાઈનલ મેચને કલાકો બાકી છે ત્યારે ફરીથી ટિકિટનું વેચાણ શરૂ થયું છે. ગણતરીના કલાકો અગાઉ ફરીથી ડિસ્ટ્રિક બાય ઝોમેટો પર ટિકિટનું વેચાણ શરૂ થયું છે. અત્યાર સુધીમાં 60થી 70 ટકા જેટલી જ ટિકિટ વેચાઈ છે. અપર , લોવર, પ્રેસિડેન્ટ ગેલેરી સહિતની તમામ ટિકિટ અત્યારે ઓનલાઇન મળી રહી છે.

દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યારે આજે મેટ્રો, ટેક્સી, ઓટો રિક્ષા અને ખાનગી કાર સહિતના વાહનોમાં દ્વારા મોદી સ્ટેડિમ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે 31 મેના રોજ યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.

ગુજરાત ટાઈટન્સની ટીમનું ગત(30મે) મોડી રાતે અમદાવાદની ITC નર્મદા હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ મોડી રાત્રે હોટલ પર પહોંચી હોવા છતાં, હોટલ સ્ટાફે ગરબા અને ઢોલના નાદ સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે જ, પોતાના મનપસંદ ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે મોડી રાત સુધી પ્રશંસકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં ચાહકોએ શુભમન ગીલ સહિતના સ્ટાર ખેલાડીઓના પોસ્ટર્સ લહેરાવીને ટીમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.


Related Posts

Load more