Related Posts
અમદાવાદમાં નહેરુનગર ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ ફાયરિંગની એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, એક જમીન વિવાદના મામલે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી એક ઓડી (Audi) કાર મળી આવી છે, જે આ વિવાદ સાથે જોડાયેલી હોવાની આશંકા છે. આ ઉપરાંત, નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા જાહેરમાં ફાયરિંગ અને સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ટેકનિકલ તેમજ પ્રત્યક્ષ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.