સુરતની રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના , 40 સેકન્ડ સુધી 3 કૂતરાએ બચકાં ભર્યા

By: Nation Gujarat Team
26 May, 2026

સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ.

સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ખતરનાક કૂતરાઓનો ત્રાસ છે. તેમાં પણ આજે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 24મેના રોજ રિંગ રોડ વિસ્તારમાં આવેલી બેગમવાડીની પ્રખ્યાત તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના માર્કેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણ ધ્રુજી ઊઠે તેમ છે. જેમાં જઈ શકાય છે કે, ત્રણ શ્વાન બાળકને 40 સેકન્ડ સુધી બચકા ભરીને ઢસડી રહ્યાં છે.

આજ દિવસે કોટ વિસ્તારના રોહિત મોહલ્લામાં બકરી-ઈદ માટે લાવેલા ત્રણ બકરાનો શ્વાનો શિકાર કરતા લોકોમાં ડરની સાથે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ડોગ બાઈટની 6 ઘટના સામે આવી છે. સુપ્રીલ કોર્ટના વકડ વલણ બાદ પણ સુરત કોર્પોરેશનનું તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે.

40 સેકન્ડ સુધી કૂતરા બચકાં ભરતા રહ્યા, 10 ફૂટ ઢસડ્યો તિરૂપતિ માર્કેટના સીસીટીવી ફૂટેજ અનુસાર, માસૂમ બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ત્રણ જેટલા હિંસક રખડતા શ્વાનોએ તેના પર તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું હતું અને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આ ક્રૂર હુમલા દરમિયાન શ્વાનો માસૂમને અંદાજે 10 ફૂટ સુધી રસ્તા પર ઢસડી ગયા હતા. અસહાય બાળક પોતાની જાતને બચાવવા તરફડિયાં મારી રહ્યું હતું અને શ્વાનો તેને સતત 40 સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.


Related Posts

Load more