BREAKING NEWS – વ્હાઇટ હાઉસ પાસે 25 રાઉન્ડ ફાયરિંગ, ટ્રમ્પ અંદર હાજર હતા

By: Nation Gujarat Team
24 May, 2026

અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા.

અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના શંકાસ્પદ હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી, જ્યાં US સીક્રેટ સર્વિસના અધિકારીઓ તૈનાત હતા. અધિકારીઓની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

આ ગોળીબારમાં એક સામાન્ય નાગરિક પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. અધિકારીઓનું કહેવું છે કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેને હુમલાખોરની ગોળી વાગી કે જવાબી ફાયરિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો. ઘાયલની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટનાના થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં એક ઇરાકી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તે ઈરાની સેના સાથે જોડાયેલો હતો. આરોપી પાસેથી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત ઘરની બ્લૂપ્રિન્ટ એટલે કે નકશો પણ મળી આવ્યો

વિસ્તારમાં 40 મિનિટ સુધી લોકડાઉન જેવી સ્થિતિ રહી

ગોળીબાર બાદ વ્હાઇટ હાઉસ પરિસરમાં નાસભાગ મચી ગઈ. ત્યાં હાજર પત્રકારો અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા. સીક્રેટ સર્વિસના એજન્ટો હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં તૈનાત થઈ ગયા અને આશરે 40 મિનિટ સુધી લોકડાઉન જેવી સ્થિતિ રહી.

FBI, સીક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો અને તપાસ શરૂ કરી દીધી. વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સના નોર્થ લોનને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. FBI ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ ફાયરિંગના સમાચાર પર કાર્યવાહી કરી રહી છે


Related Posts

Load more