Ahmedabad 1.66 કરોડની ચોરીના કેસમાં પોલીસ જ ભેરવાઈ! સેલ્સગર્લના આક્ષેપો બાદ ક્રાઈમ બ્રાન્ચને કોર્ટનું તેડું

By: Nation Gujarat Team
23 May, 2026

અમદાવાદના નિકોલમાં સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને કોર્ટનું તેડું આવ્યું છે. આરોપી સેલ્સગર્લએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન ન થયું હોવાનો હર્ષિદા શેટ્ટીનો આરોપ છે. કોઈપણ મહિલા પોલીસ વિના ક્રાઈમ બ્રાન્ચે ચેકીંગ કર્યું હોવાનો હર્ષિદા શેટ્ટીએ આરોપ મુક્યો છે. તેનું એમ પણ કહેવુ છે કે  સોનું અને 1 લાખ રૂપિયા  પણ ક્રાઈમ બ્રાન્ચે પડાવી લીધા છે. કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

ઘટના અને ધરપકડ
  • ચોરીની ઘટના: નિકોલના જ્વેલરી શોરૂમમાં છેલ્લા ૧૧ મહિનાથી સેલ્સગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી રૂ. 1.66 કરોડની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી.
  • ધરપકડ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આશરે ૩૦૦ જેટલા સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરીને હર્ષિદા શેટ્ટીને માણેકચોક વિસ્તારમાંથી દાગીના વેચવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી પાડી હતી.
  • પ્રેમીની સંડોવણી: પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેણે આ ચોરી તેના પ્રેમી મયુર માલી માટે કરી હતી. ત્યારબાદ પોલીસે તેના ફરાર પ્રેમીની પણ ધરપકડ કરી લીધી છે

Related Posts

Load more