ટુકડે ટુકડે કરીને કેટલો વધ્યો પેટ્રોલ – ડિઝલનો (Petrol Diesel) ભાવ, હજી કેટલો વધવાની સંભાવના છે જાણો

By: Nation Gujarat Team
23 May, 2026

ખાડી દેશોમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિએ વિશ્વભરમાં સંકટ ઉભુ કર્યુ છે તેની અસર ભારતને પણ થઇ રહી છે. આ અસર એટલી મોટી થઇ છે કે ભારતમાં હવે પેટ્રોલ-ડિઝલની અછત  વર્તાઇ રહી છે. જો કે અછત બાબતે ચૂંટણી પત્યા પછી વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ અને ગુજરાતની જાહેર સભામાં પણ સંકેત આપ્યા હતા અને પેટ્રોલ અને ડિઝલ ઓછુ વારવા અંગે દેશવાસીઓને વિનંતી કરી હતી. ચૂંટણી પત્યા પછી તરત જ સતત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે. આ વખતે પેટ્રોલની કિમંત 0.87 રૂપિયા વધી છે અને ડિઝલની કિમંત 0.91 રૂપિયા વધી છે.

જો કે આ પહેલા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ 90 પૈસા અને 3 રૂપિયા વધારો થઇ ગયો હતો જે હવે ગણતરી કરીએ તો ઇંઘણના ભાવમાં 5 રૂપિયાનો વધારો થઇ ગયો છે. તેલ કંપની આઇઓસીએલ કંપનીએ કહ્યુ હતું કે, કિમંત એક સાથે વધારવામાં નહી આવે પરંતુ કિમંત ઘીરે ઘીરે વઘારવામાં આવશે જેથી ગ્રાહકો પર મોટો ઝટકો ન પડે. ધીરે ધીરે ભાવ વઘારો કર્યા પછી કંપનીઓને થયેલા નફામાં થયેલ નુકશાની ને સરભર કરી શકાશે અને લોકોને એક સાથે ઝટકો સહન નહી કરવો પડે. આજે ફરી ભાવ વધારાના કારણે હવે તમારા શહેરમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવ વધી ગયા છે.

દેશના મોટા શહેરોમાં જાણીએ કે કેટલો છે ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિમંત 99.51 રૂપિયા, કોલક્તામાં 110.64 રૂપિયા, મુંબઇમાં 108.49 રૂપિયા, ચેન્નઇમાં 105.31 રૂપિયા ગુજરાતમાં 100 રૂપિયા

તેલને લઇ હજી સંકટ યથાવત છે.

ઇરાન અને એમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રીટ પર હજી પણ નાકાબંધી યથાવત છે જેના કારણે મધ્ય પુર્વના રસ્તેથી તેલની અવર જવર થઇ નથી શકતી. તેલના જથ્થાની અછતને કારણે હવે મોંધવારી વધી શકે છે અને ભારત સહિત કેટલાય દેશોમાં પેટ્રોલ – ડિઝલ સતત મોંધી થઇ રહ્યુ છે. હાલ ક્રુડ ઓઇલની કિમંત 105 ડોલર છે.

 


Related Posts

Load more