મોંઘવારીનો મોટો માર, પેટ્રોલ પહેલા CNGના ભાવમાં વધારો થયો, આજથી નવા ભાવ લાગૂ

By: Nation Gujarat Team
14 May, 2026

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પડતા પર પાટુ જેવા સમાચાર છે કારણ કે મહાનગર ગેસ લિમિટેડે (MGL) CNGના  ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ હવે મુંબઈમાં સીએનજીના નવા ભાવ 84 રૂપિયા પ્રતિ કિલો થયા છે જે પહેલા 82 રૂપિયા હતા. આ નવા ભાવ મુંબઈ, થાણા, નવી મુંબઈ અને સમગ્ર MMR વિસ્તારમાં આજથી લાગૂ થયા છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાય દિવસમાં મિડલ ઈસ્ટ ક્રાઈસિસના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનું જોખમ ઊભું થયું છે. આ બધા વચ્ચે સીએનજીના ભાવમાં વધારો ઝીકાઈ ગયો. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવતા હવે એ પણ મોંઘુ થયું છે.

સીએનજીના ભાવમાં કેમ વધારો થયો
મહાનગર ગેસ લિમિટેડના જણાવ્યાં મુજબ વૈશ્વિક સ્તરે મચેલી ઉથલપાથલના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે. જેની પાછળ 4 મુખ્ય કારણો ગણાવાયા છે. પહેલું તો પશ્ચિમ એશિયા સંકેટ. ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચેના યુદધના કારણે મિડલ ઈસ્ટમાં ભારે તણાવ અને ગ્લોબલ એનર્જી સપ્લાય ચેન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત ડોલરની સરખામણીએ રૂપિયો નબળો થવાથી ગેસની આયાત મોંઘી થઈ છે.

અન્ય કારણોમાં યુદ્ધની સ્થિતિને પગલે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર ગેસ પ્રોક્યોરમેન્ટ કોસ્ટ પર પડી છે. ઘરેલુ ગેસની સીમિત ઉપલબ્ધતાના કારણે હવે કંપનીઓએ મોંઘા વિેદેશી ગેસ (RLNG)ની ખરીદી કરવી પડી રહી છે.

12 લાખથી વધુ વાહનો પ્રભાવિત
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લગભગ 12.8 લાખ સીએનજી વાહનો દોડે છે. જેમાં 4.70 લાખ રીક્ષાઓ, 1.60 લાખ જેટડલી ટેક્સીઓ અને 5 લાખથી વધુ પ્રાઈવેટ કારો સામેલ છે. આ ઉપરાંત BEST અને રાજ્ય પરિવહનની બસોના સંચાલનનો ખર્ચો પણ વધશે. જેની સીધી અસર સામાન્ય માણસોના ખિસ્સા પર પડી શકે છે.

રીક્ષાચાલકોએ પણ માંગણી કરી નાખી
સીએનજીના ભાવ વધતા જ મુંબઈના ઓટો ટેક્સી યુનિયનોએ પણ સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. યુનિયનોએ બેસ ફેરમાં ઓછામાં ઓછા 1 રૂપિયાના વધારાની માંગણી કરી છે. યુનિયનના નેતાઓનું કહેવું છે કે આ વધારાથી ઓટો ચલાવવાનો ખર્ચ લગભગ પ્રતિ કિલોમીટર 1.03 રૂપિયા વધશે જેનાથી ડ્રાઈવરોની બચત પર સીધો  ખર્ચો પડી શકે છે. ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ પણ જલદી ભાડા વધારવા અંગે બેઠક થઈ શકે તેવા સંકેત આપ્યા છે.


Related Posts

Load more