ટીમ ઈન્ડિયાને પહેલીવાર મળી શકે છે ‘સ્પિન બોલિંગ કોચ’, જુઓ ગંભીરે કોનું નામ આપ્યું

By: Nation Gujarat Team
08 May, 2026

Cricket News : ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમક્ષ સ્પેશિયાલિસ્ટ સ્પિન બોલિંગ કોચની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ગંભીરે આ મહત્વની ભૂમિકા માટે પૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલેનું નામ સૂચવ્યું છે.

પ્રથમ વખત સ્પિન બોલિંગ માટે વિશેષ કોચની નિમણૂક થશે

જો ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની ભલામણને મંજૂરી મળશે તો ભારતીય ટીમના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પિન બોલિંગ માટે અલગ વિશેષ કોચની નિમણૂક કરવામાં આવશે. વર્તમાન સમયમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં મોર્ને મોર્કેલ ફાસ્ટ બોલિંગ કોચ અને સિતાંશુ કોટક બેટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા છે પરંતુ સ્પિન વિભાગ માટે કોઈ અલગ નિષ્ણાત નથી. સાઈરાજ બહુતુલે ભારત તરફથી 2 ટેસ્ટ અને 8 વનડે રમી ચૂક્યા છે. તેમનું આંતરરાષ્ટ્રીય કરિયર ભલે ટૂંકું રહ્યું હોય પરંતુ ઘરેલું ક્રિકેટ અને કોચિંગ ક્ષેત્રે તેમની ઘણી પ્રતિષ્ઠા છે.


Related Posts

Load more