સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનો મામલોઃ આંજણા ફાર્મ પાસેથી ફાર્માસિસ્ટની ધરપકડ, રાજ્ય બહાર પણ નેટવર્ક ફેલાયું હોવાની શંકા

By: Nation Gujarat Team
08 May, 2026

Surat News: સુરતના વરાછા વિસ્તારના ચર્ચિત ગર્ભપાત કેસમાં પોલીસે આંજણા ફાર્મ પાસેથી ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરી છે. ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક આરોપી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીની ધરપકડ કરી પોલીસ વધુ રિમાન્ડની માગણી કરી આગળની તપાસ તેજ કરશે. આ રેકેટ માત્ર ગુજરાત પુરતું જ નહીં પરંતુ રાજ્ય બહાર પણ ફેલાયું હોવાની પોલીસને શંકા છે.

6 મહિના પહેલા પણ આવા જ મામલે નોંધાયો હતો ગુનો

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રામગોપાલ ખંડેલવાલ ગત નવેમ્બર 2025માં શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતો ઝડપાયો હતો. તેની સામે ગુનો નોંધાયો હોવા છતાં પણ તેણે 6 જ મહિનામાં મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી દીધું હતું અને ગેરકાયદે ગર્ભપાતની પ્રવૃતિઓ શરૂ કરી દીધી હતી. આરોપી રામગોપાલ ખંડેલવાલ 10,000 રૂપિયામાં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો હતો અને 15,000 રૂપિયામાં અસુરક્ષિત ગર્ભપાત કરી આપતો હતો.

દરોડા દરમિયાન ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો થયો હતો પર્દાફાશ

આરોગ્ય વિભાગે થોડા દિવસો પહેલા મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં પાડેલા દરોડા દરમિયાન પોર્ટેબલ મશીન દ્વારા થતા ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો હતો. દરોડા સમયે આરોપીના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પરપ્રાંતની અનેક સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હોવાની વિગતો સામે આવી છે. એવી આશંકાઓ પણ છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પુરતુ જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સુધી ફેલાયેલું હોઇ શકે છે, જે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી શકે છે.પોલીસે આરોપી ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સઘન પૂછપરછ હાથ ધરશે. આ પૂછપરછ દરમિયાન આ નેટવર્ક કેટલું ફેલાયેલું છે, આ નેટવર્ક સાથે કેટલા લોકો જોડાયેલા છે, અન્ય એજન્ટોના નામ પણ સામે આવે તેવી શક્યતા છે. ડોક્ટરની કોઇ ડિગ્રી ન હોવા છતાં પણ તે ગર્ભપાત કેન્દ્ર કેવી રીતે અને કોની મદદથી ચલાવી રહ્યો હતો તે દિશામાં પણ મોટો ખુલાસો થઇ શકે છે.પોલીસે આરોપી ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેની સઘન પૂછપરછ હાથ ધરશે. આ પૂછપરછ દરમિયાન આ નેટવર્ક કેટલું ફેલાયેલું છે, આ નેટવર્ક સાથે કેટલા લોકો જોડાયેલા છે, અન્ય એજન્ટોના નામ પણ સામે આવે તેવી શક્યતા છે. ડોક્ટરની કોઇ ડિગ્રી ન હોવા છતાં પણ તે ગર્ભપાત કેન્દ્ર કેવી રીતે અને કોની મદદથી ચલાવી રહ્યો હતો તે દિશામાં પણ મોટો ખુલાસો થઇ શકે છે.


Related Posts

Load more