ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી

By: Nation Gujarat Team
17 Apr, 2026

Panchmahal News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ વચ્ચે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે પંચમહાલ જિલ્લા ભાજપે કાર્યવાહી કરી છે. ચૂંટણીના મતદાન પૂર્વે જ પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવતા 17 જેટલાં કાર્યકરોને ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ જઈને અન્ય પાર્ટી કે અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા 17 ભાજપ કાર્યકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપે શિસ્ત ભંગ મામલે 17 કાર્યકર્તાઓને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.


Related Posts

Load more