આકરી ગરમી માટે તૈયાર રહેજો ગુજરાતીઓ, હવે આકાશમાંથી વરસશે અગ્નિ! અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી

By: Nation Gujarat Team
14 Apr, 2026

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, હવે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી 48 કલાકમાં ગરમીમાં વધારો જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આકરી ગરમી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે. 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો જોવા મળશે. 22 એપ્રિલની આસપાસ કોઈ કોઈ ભાગમાં વરસાદી છાંટા અને વાદળો છવાઈ શકે છે. 26 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે.

અંબાલાલ પટેલે આગાહી અનુસાર, હવે કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમી વધારો જોવા મળશે. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. ખાસ કરીને પાટણના સમી હારીજ, બનાસકાંઠા અને મહેસાણામાં ગરમીમાં ભારે વધારો થશે. બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં 39 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, જૂનાગઢમાં 40 ડિગ્રી તો પોરબંદર 36 ડિગ્રી સુધી તાપમાન જશે. રાજ્યમાં આગામી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો જોવા મળશે. આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધશે.

Related Posts

Load more