નાની દુકાનમાંથી મોટી કંપનીમાં જોડાયા: રાજુ કપરડા ભાજપમાં જોડાતા કોંગ્રેસની પ્રતિક્રિયા

By: Nation Gujarat Team
09 Apr, 2026
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે રાજકીય હલચલ તેજ બની છે. આવામાં આજે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે. જેના પગલે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ખેડૂત હિતની વાતો કરનાર નાની દુકાનમાંથી મોટી કંપનીમાં જોડાયા છે. કોંગ્રેસને આ ઘટનાથી કોઇ નવાઇ લાગતી નથી. આપ ભાજપની બી ટીમ છે, અમે કહેતા હતા તે વાત સાચી પડી. રાજુ કરપડાએ ખેડૂત હિત સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.
ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. પૂર્વ AAP નેતા ભાજપમાં જોડાયા છે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે. ભાજપ આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે, ભરત બોઘરા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાતભરના ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગરના રાજકારણમાં સક્રિય છે, તેઓ પહેલા આમ આદમી પાર્ટીના નેતા હતા અને થોડા સમય અગાઉ તેઓની બોટાદના હડદડ ગામે મંજૂરી વગર મહાપંચાયત યોજવા બદલ તેઓની ધરપકડ થઈ હતી. બાદમાં જેલમાંથી બહાર આવતા જ તેઓએ આપ સાથે છેડો ફાડ્યો હતો અને ગોપાલ ઈટાલિયા સહિત પક્ષના કાર્યકર્તાઓ પર ગંભીર આરોપો લગાવતા રાજકારણ ગરમાયું હતું.
રાજુ કરપડાએ આપમાંથી છેડો ફાડ્યો બાદ ગુજરાતમાં હાલ પાલિકા-પંચાયતોની ચૂંટણી વચ્ચે તેઓ ભાજપ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પડ્યો મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોના પાક વીમો, વીજ લાઈન, નુકશાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર તેમજ કડદા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો સાથે ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો જામ્યો છે.

Related Posts

Load more