વડોદરામાં મેયર પત્રિકાકાંડના વિવાદીત અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં સમાવેશ કરવાની સાથે માંજલપુર વિઘાનસભા વિસ્તારમાં આક્રોશ ફાટી જોવા મળી રહ્યો છે. ભાજપ માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડમાંથી લિંબાચીયાને ચૂંટણી લડાવશે તો બળવો થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. લિબચીયાની ભાજપમાં રી-એન્ટ્રી થતા પૂર્વ મેયર નારાજ થયા છે તો ધારાસભ્યમાં પણ આકરા તેવર જોવા મળી રહ્યા છે.
નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચીયા એક સમયે જય અને વિરુ જેવા ખાસ મિત્રો હતા પરંતુ નિલેશ રાઠોડ મેયર હતા ત્યારે લિંબાચીયાએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથેની નનામી પત્રિકાઓ વહેતી કરી હતી. ત્યારથી બને કટ્ટર રાજકીય દુશ્મનો બની ગયા છે. પત્રિકાકાંડ ને કારણે સસ્પેન્ડ કારાયેલ લિબાચિયાને ભાજપમાં પાછા લઇ લેવાતા માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ગરમાવો આવ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે કહ્યુ કે, હું મેયર હતો અને મારા વિરુદ્ધ ભ્રષ્ટાચાર ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા લિંબાચીયાએ વહેતી કરી હતી.
જે આક્ષેપો કરાયા હતા તેના કોઇ પુરાવા લિંબાચીય રજુ કરી શક્યો નથી. તેમ છતા પણ તેને પાર્ટીમાં પાછો લઇ લીધો છે. આ વ્યક્તિગત વિષય નથી હું ભાજપનો મેયર હતો એટલે પક્ષનો વિષય છે. ભાજપના મેયર વિરુદ્ધ કામ કરનારને પક્ષમાં પાછો કેવી રીતે લઇ લેવાય 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો અને 2 વર્ષમાં પાછો લઇ લેવામાં આવ્યો જે આક્ષેપો કર્યા છે તે પુરવાર કર્યા નથી. ભાજપમા પાછો આવાનો છે તે સમાચાર મળતા મે શહેર કક્ષાએ રજૂઆત કરી. નારાજગી સાથે વિરોધ કર્યો તેમ છતા તેને પાછો લીધો. હવે હું મારા પરિવાર,મિત્ર વર્તુળ, મારા શુભચિંતકો અને વિસ્તારના મતદારો સાથે ચર્ચા કરીશ કે આગળ હવે શું કરવું સ્વભિમાન સાથે સમજોતો નહી કરુ
માંજલુપરના ધારાસભ્ય યોગેશ પટેલ આ મામલે કહ્યુ કે, લિંબાચિયાને પાર્ટીમાં પાછો લેવો તે અંગે મને પુછવામાં આવ્યું નથી મને વિશ્વાસમાં લીધો નથી હવે સેન્સ પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે. હવે લિબાચિયાને ટીકિટ કઇ રીતે આપે. માંજલુપર વિધાનસભામાં દરેક વોર્ડમાં 15 થી 20 જેટલા ઉમેદવારો બહારથી આવેલા છે પરંતુ સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ મળવી જોઇએ. જો કોઇ બહારથી ઉમેદવાર આવશે તો હું નહી ચલાવી લઉ અને કાર્યકર્તાઓ પણ નહી ચલવે. ટિકિટ મામલે ધારાસભ્યનો કોઇ રોલ નથી હોતો તેમ મે કાર્યકર્તાઓને કહ્યુ છે.