ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપના હર્ષદ પરમાર આજે ઉમેદવારી પત્ર ભરશે, CM રહેશે હાજર

By: Nation Gujarat Team
04 Apr, 2026
આણંદઃ ઉમરેઠ પેટાચૂંટણીને લઇને રાજકીય કવાયત તેજ બની છે. ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ વચ્ચે હવે ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. નોંધનીય છે કે, 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન યોજાશે.
તાજેતરમાં જ આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થતાં ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી છે. ઇલેક્શન કમિશનને આ ખાલી બેઠક ઉપર પેટા ચૂંટણી કરવાનું જાહેર કર્યું છે. આગામી 23મી એપ્રિલ ઉમરેઠ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે ત્યારે ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્રને ટિકિટ આપી છે. કોંગ્રેસે પણ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભ્રુગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ઘડ ગણાતી હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. ભાજપના ગોવિંદભાઈ પરમાર ઉમરેઠના ધારાસભ્ય હતા અને તેમનો અવસાન થવાના કારણે આ બેઠક ખાલી પડી છે અને જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસે સત્તાવાર રીતે ભ્રુગુરાજસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે.

ઉમરેઠ વિધાનસભા બેઠક ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો વિશેષ છે. કુલ મતદારોના 52થી 54 ટકા ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે. ભાજપે પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારની ટિકિટ આપી ઠાકોર ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપ્યું છે. તે જ રીતે કોંગ્રેસે પણ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે.

Related Posts

Load more