પકવાન બ્રિજ પર થયેલી હિટ એન્ડ રનની ઘટના:અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાં આધેડ 7 દિવસ બાદ મોત

By: Nation Gujarat Team
04 Apr, 2026

ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઈકચાલક રોડ પર પટકાયો હતો.આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકને રોકીને કારના બોનેટમા ફ્સાયેલુ બાઈક બહાર કાઢયુ હતું. જે બાદ સ્થાનિકોએ તેને ખખડાવ્યો હતો. જે બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે એસજી હાઈવે ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ અકસ્માતમાં કમલેશ ખાનીયાણીયા નામના બાઇકચાલકને ઇજાઓ પહોચી હતી, સાત દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.


Related Posts

Load more