આજે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી,

By: Nation Gujarat Team
02 Apr, 2026
અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, આજે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ગત રોજ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ગુજરાતને લઇને ત્રણ મહત્ત્વની વેધ સિસ્ટમ છે. જેમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન છે. બીજુ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ત્રીજું, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સ્થિત છે. જેની સાથે એક ટ્રફ પણ છે. જેની લીધે 1થી 4 તારીખ સુધી અમુક સ્થળોએ હળવા વરસાદની સાથે આંધી અને વીજળી પડવાની સંભાવના રહેશે. સાથે જ પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે.
2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

3 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
4 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.

Related Posts

Load more