સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ

By: Nation Gujarat Team
20 Mar, 2026

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે.

અમરાઈવાડીમાં ફોર્ચ્યુનર રોકી ને ખેલ ખૂલ્યો આ અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજીયને જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો હાઈ ક્વોલિટીની નકલી નોટની હેરાફેરી કરે છે. જેના આધારે એસીપી અને પીઆઈની ટીમ બનાવીને અમરાઈવાડી(અમદાવાદ)માં તપાસ કરીને ગાડી રોકવામાં આવી હતી. આ ગાડીમાં તપાસ કરતા 2.10 કરોડની 500ના દરની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો સાથે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ નકલી નોટ સુરતમાંથી આવી હોવાથી સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરત પોલીસે તપાસ કરતા બીજી 28 લાખની અન્ય નકલી નોટો મળી હતી. સુરતમાંથી નોટ પ્રિન્ટિંગનો સામાન મળી આવ્યો હતો. આ કેસમાં મુકેશ ઠુંમ્મર, હરેશભાઈ, પ્રદીપભાઈ(ગુરુજી), રમેશભાઈ, ભરતભાઈ, એક મહિલા સામેલ છે. તેઓ મહિલાને કોઈને શંકા ન જાય એટલે કારમાં સાથે રાખતા હતા
આ નકલી નોટ સુરતમાંથી આવી હોવાથી સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરત પોલીસે તપાસ કરતા બીજી 28 લાખની અન્ય નકલી નોટો મળી હતી. સુરતમાંથી નોટ પ્રિન્ટિંગનો સામાન મળી આવ્યો હતો. આ કેસમાં મુકેશ ઠુંમ્મર, હરેશભાઈ, પ્રદીપભાઈ(ગુરુજી), રમેશભાઈ, ભરતભાઈ, એક મહિલા સામેલ છે. તેઓ મહિલાને કોઈને શંકા ન જાય એટલે કારમાં સાથે રાખતા હતા

આ આરોપીઓ અગાઉ પણ 20 લાખ રૂપિયાની નકલી નોટો વટાવી ચૂક્યા છે. છેલ્લા છ મહિનાથી આરોપીઓ નકલી નોટો બનાવીને વટાવવાનું કામ કરતા હતા.આરોપીઓ મટીરિયલ માટે ચાઇનીઝ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હતા અને તેમની પાસેથી હાઇ ક્વોલિટી કાગળ અને સિક્યુરિટી ફીચર્સને લગતી જરૂરી વસ્તુઓ મેળવી લેતા હતા.

નોટો વટાવવા 20 થી 25 ટકા કમિશન આપતા આરોપીઓ અગાઉ છાપેલી નોટો અલગ અલગ જિલ્લામાં પણ વટાવી છે.નોટો વટાવવા એજન્ટને 20 થી 25 ટકા કમિશન આપવાનું નક્કી કર્યું હતું.નોટો પૈકી તપાસવા RBI અને FSL માં મોકલવામાં આવશે.નોટો સામાન્ય રીતે ઓળખવી પણ અઘરી હોય તે પ્રકારની હતી.આરોપીઓ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોટો છાપતા હતા બહારથી લોકોને સ્ટેશનરીનું કામ ચાલતું હોય તેવું લાગતું હતું A 4સાઈઝમાં ત્રણ નોટ બનતી હતી.

‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી’ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.

પ્રદિપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી ફેક કરન્સી મળી સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

હાલ પ્રદીપનો નાનો ભાઈ રાજકોટમાં યોગ ક્લાસ ચલાવે છે નકલી નોટોના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ & હેલ્થ સેન્ટરના નામે કલાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જોટાંગીયા યોગ કલાસ ચલાવે છે. કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો. રાજકોટમાં પણ અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

રાજકોટમાં પ્રદીપ ગુરુજીના ભાઈના ઘરે તપાસ રાજકોટમાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના ઘરે પોલીસ પહોંચી હતી. રાજકોટ શહેર પોલીસ કિડવાઈનગર સ્થિત મેઈન રોડ પર આવેલા સત્યમ નામના મકાન પર પહોંચી હતી. જ્યાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટાભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી હતી. બંને ભાઈઓના સંબંધને લઈને પણ પૂછપરછ કરાઈ હતી. છેલ્લે બંને ભાઈ વચ્ચે ક્યારે વાતચીત થઈ હતી. કોઈ દસ્તાવેજ કે ચલણી નોટો રાખવામાં આવી છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ કરાઈ હતી. સાથે જ કારમાં રહેલા દસ્તાવેજો તેમજ પાકીટ સહિતની ચીજ વસ્તુઓ તપાસવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ PSI વી.જી. ડોડીયાએ જણાવ્યું હતું કે ઘર તેમજ કારમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અને બે મહિના પૂર્વે પ્રદીપ ગુરુજી રાજકોટ સ્થિત ઘરે આવ્યો હતો.

અમરાઇવાડીમાંથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા.

નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક સુરતથી સક્રિય હતું અને આ નકલી નોટોનો જથ્થો અમદાવાદમાં કોઈને પહોંચાડવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાળપૂર્વકની તપાસ હાથ ધરી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાં છાપવામાં આવી હતી, આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે શહેરો સાથે જોડાયેલા છે અને અગાઉ કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.

અસલી 500 આપો અને નકલી 1500 લઈ જાવ ઝડપાયેલા આરોપીઓએ ચલણી નોટને બજારમાં ફરતી કરવા માટે એક સ્કીમ રાખી હતી કે ઓરીજનલ ચલણી નોટ આપો અને ડુપ્લીકેટ લઈ જાઓ. ઝડપાયેલા તત્વોએ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે 500 રૂપિયા ઓરીજનલ આપો અને 1500 રૂપિયા ડુપ્લીકેટ લઈ જાઓની સ્કીમ ચાલુ કરી હતી. બે કરોડ રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટની સામે 66 લાખની અસલ ચલણી નોટ આપવાની હતી.

દેશભરમાં ફેક કરન્સી પહોંચાડવા એજન્ટોની ફૌજ બનાવવાની તૈયારી આરોપીઓએ નકલી નોટ છાપવાની હજુ શરૂઆત જ કરી હતી અને તેવામાં તે સંકજામાં આવી ગયા છે. પહેલી વખત ડીલ કરવા માટે આરોપીઓ નીકળ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ છે. સુરતથી આખુ નકલી નોટ બનાવવું રેકેટ ચાલી રહ્યુ હતું જેમાં એજન્ટો બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. દેશના ખુણેખુણે આરોપીઓએ બનાવેલી ચલણી નોટ પહોચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરુ કર્યુ હતું. સારુ કમીશન આપવાની લાલચ આપીને એજન્ટોની ફૌજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.


Related Posts

Load more