સંઘવી સાહેબ શરમજનક, ‘પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ’, જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું

By: Nation Gujarat Team
17 Mar, 2026

પાટણમાં ગુંડાઓએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના ચાણસ્મામાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ હુમલાના કારણે પોલીસ જવાનો જીવ બચાવવા માટે ભાગવા મજબૂર બન્યા હતા. ગૃહમંત્રી વારંવાર દાવો કરતા હોય છે કે કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં. પરંતુ આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો પોલીસ પર તૂટી પડ્યા હતા. ધારીયા, તલવાર, લાકડીઓ વડે પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો જેના કારણે જીવ બચાવવા માટે પોલીસે ભાગવું પડ્યું હતું. લાગે છે કે પોલીસથી ગુંડાઓને કોઈ ડર રહ્યો નથી અહીં તો ઉલટાનું પોલીસ ગુંડાઓથી ડરીને ભાગી રહી છે.

ચાણસ્મામાં આવેલા જીલીયા ફાર્મહાઉસ પર માથાભારે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા શખ્સોએ આતંક મચાવ્યો હતો. સુરક્ષા માટે ગયેલી પોલીસ પર પણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. ગુંડાઓના હુમલાથી જીવ બચાવવા પોલીસ જવાનો પણ ભાગતા નજરે પડ્યા હતા.


Related Posts

Load more