યુદ્ધ વચ્ચે જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીને ફોન ઘુમાવ્યો, કયા મુદ્દે થઈ વાત?

By: Nation Gujarat Team
11 Mar, 2026

Jaishankar talks to Iranian FM Abbas Araghchi : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સંકટમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઊર્જા સુરક્ષા (Energy Security) તેની ટોચની પ્રાથમિકતા છે.

વિદેશ મંત્રીઓની ત્રીજી વખત વાતચીત 

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ચાલી રહેલા સંઘર્ષના લેટેસ્ટ ડેવલપમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરી છે. બંને નેતાઓ સતત સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે. નોંધનીય છે કે યુદ્ધ શરૂ થયા બાદ બંને મંત્રીઓ વચ્ચે આ ત્રીજી વાતચીત છે. આ પહેલા 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે પણ બંને વચ્ચે ચર્ચા થઈ હતી.


Related Posts

Load more