ઇન્ડિયા ટીમે રચ્યો ઇતિહાસ, 2007, 2024 પછી આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. ભારતે પહાડ જેવા સ્કોર સામે કિવી બેટર ખાસ સ્કોર કરી નથી શક્યા આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે મેચ ચાલી રહી છે પણ ભારતની જીત નિશ્ચિત છે. આજે ટીમના બધા પુર્વ કેપ્ટન આવ્યા હતા જેમને ભારતને આઇસીસી વિશ્વકપ જીતાડયા છે કપીલ દેવ, ધોની અને રોહીત શર્મા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના પરિવાર સાથે મેચ જોવા આવ્યા હતા.
કિવી સામે ભારતે તેનો જ રેકોર્ડ તોડયો છે ટી-20 વિશ્વકપમાં ભારત ન્યુઝિલેન્ડ સામે ક્યારેય જીત્યુ ન હોત તેમજ અમદાવાદનું સ્ટેડયમા ભારતની જીત માટે ફેવરીત નથી તેથી જીત મેળવવી મુશ્કેલ હતી પરંતુ ભારતે જે રીતે બેટીગ કરી છે અને તે પછી બોલીગમા પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે. સંજુ સેમસન અને અભિષેક શર્માની ઓપનીગ ઇનીગે કિવીને પ્રેશરમાં લાવી દીધી હતી ત્યાર બાદ ટીમે 255 રન ખડકી દેતા કિવીની ટીમ શરૂઆતથી દબાણ હેઠળ હતું. ભારતીય ટીમ પહેલી ટીમ છે જેણે ઘર આંગણે આઇસીસી ટુર્નામેન્ટ જીતી હોય. ઇશાન કિશને શાનદાર બે કેચ કર્યા હતા તો હાર્દીક પંડયાએ એક કેચ ડ્રોપ કર્યો હતો અને મીસ ફીલ્ડીંગ કરી હતી તો દુબેએ પણ શરૂઆતમાં કેચ ડ્રોપ કર્યો હતો.
ભારતે T20 વર્લ્ડ કપના ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 256 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર 11 ઓવરમાં 124/6 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને મિચેલ સેન્ટનરને અક્ષર પટેલે આઉટ કરી 3 વિકેટ મેળવી છે.
1-31 (Finn Allen, 2.4 ov), 2-32 (Rachin Ravindra, 3.1 ov), 3-47 (Glenn Phillips, 4.5 ov), 4-70 (Mark Chapman, 7.4 ov), 5-72 (Tim Seifert, 8.1 ov), 6-124 (Daryl Mitchell, 12.5 ov)
પાંચમી ઓવરના પાંચમા બોલ પર અક્ષર પટેલે ગ્લેન ફિલિપ્સ (5 રન)ને બોલ્ડ કર્યો. અક્ષરને આ બીજી વિકેટ મળી છે. તેણે ફિન એલનને કેચ આઉટ કરાવ્યો હતો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 19 ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી 255 રન બનાવ્યા. આ T20 વર્લ્ડ કપ ફાઈનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. અગાઉનો રેકોર્ડ 176 રનનો હતો. ઓપનર સંજુ સેમસને 89, અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સના જોરે ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં જ 200 રનનો આંકડો પાર કરી દીધો હતો.
પરંતુ, 16મી ઓવરમાં જિમી નીશમે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (0), ઈશાન કિશન (54 રન) અને સંજુ સેમસન (89 રન)ને પેવેલિયન ભેગા કરીને ભારતની રન ગતિ પર બ્રેક જેવું લગાવી દીધું હતું. ટીમ છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 52 રન જ બનાવી શકી, જેમાંથી 24 રન 20મી ઓવરથી આવ્યા.