સંઘ શતાબ્દી વર્ષ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે સર સંઘ ચાલક પૂજ્ય શ્રી મોહનજી ભાગવત વડતાલધામ ખાતે પધાર્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામ ખાતે રચાયો સેવા, સંસ્કાર અને સત્સંગનો પવિત્ર પ્રયાગ
બોક્સ
( શિક્ષાપત્રી પ્રમાણે રહીએ એટલે ભારતની પ્રગતિ થાય જ, એના માટે મારે તમને કોઈ જ માર્ગદર્શન આપવાની જરૂર નથી- ડો મોહનજી ભાગવત- સંઘ વડા )
બોક્સ -૨
(આપ ભગવાનશ્રી સ્વામિનારાયણે બનાવેલ ધોલેરા મહોત્સવમાં પધારજો .. આચાર્યશ્રી વડતાલ )
આજે સાંજે ૪:૩૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા પૂજ્ય શ્રી મોહનજી ભાગવત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થસ્થાન વડતાલ ધામ ખાતે પધાર્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદ થી વડતાલ આવીને શ્રી ભાગવતજી સીધા ગોમતીજીના કિનારે નિર્માણ પામી રહેલ ભારતના સૌથી મોટા સનાતન ધર્મના સંગ્રહાલય એવા અક્ષર ભુવન ખાતે પધારી પૂજ્ય સંતો અને ઋષિકુમારોની હાજરીમાં પવિત્ર વેદ મંત્રો સાથે સંગ્રહાલયના વિશાળ મંડોવરની ગજેન્દ્ર પિઠિકા નું પૂજન કર્યું.ડો સંત સ્વામી – ચેરમેનશ્રી વડતાલ અને ગઢડા જૂનાગઢ મંદિરના ચેરમેન અને અગ્રણી દાતાઓ સાથે પૂજનમાં સહભાગી થયા..
ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા નિર્મિત વડતાલના ભવ્ય દેવા લઈ માં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શને પહોંચ્યા. મંદિરે પહોંચતા આસામ, મણીપુર અને ત્રિપુરાના રિયાંગ અને બ્રુ જાતિના બાળકો દ્વારા રાધિકાષ્ટકમ મંત્રો સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું.
વડતાલ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠિત કરાયેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોના દર્શન પૂજન બાદ તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે જગ્યાએ બેસીને શિક્ષાપત્રીની રચના કરી અને જે જગ્યાએ આજે પણ સહજાનંદી સ્પંદનો અનુભવાય છે એ પવિત્ર શ્રી હરિ મંડપના દર્શને પધાર્યા અને ત્યારબાદ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી સાથે તેઓ વડતાલના દ્વિશતાબ્દી સભાગૃહમાં પધાર્યા જ્યાં એમનું વડતાલ ગાદી અંતર્ગત આવતા ગઢપુર, ધોલેરા, સાળંગપુર, જુનાગઢ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાન હરિભક્તો દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું.
વડતાલધામ ખાતે એકત્રિત થયેલા સંસ્થાના શ્રેષ્ઠીઓ અને આગેવાન હરિભક્તો તેમજ પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા આદરણીય ભાગવતજી એ જણાવ્યું કે સંઘ જે કામ કરી રહ્યો છે એ ઈશ્વર કરાવી રહ્યો છે કર્તા ઈશ્વર છે ગોવર્ધન તો પ્રભુએ પોતાની ટચલી આંગળીએ ઉપાડ્યો છે આપણે તો માત્ર લાકડી અડાડી રહ્યા છીએ.
એમણે સનાતન ધર્મને જીવંત અને ધબકતો રાખવા માટે પૂજ્ય સંતોને પણ શ્રેય આપ્યો.
આદરણીય ભાગવતજી એ જણાવ્યું કે ભારત પાસે જે શાસ્ત્રોમાં જ્ઞાન છે એજ દુનિયાના વિનાશને બચાવી શકશે આ જ્ઞાનને વહેંચવાનો સમય પાકી ગયો છે. શિક્ષાપત્રીમાં કહેલા નિયમો પ્રમાણે જો વર્તીએ તો ચોક્કસ સકારાત્મક ફેરફાર આવી શકે.
સભા સંચાલન વડતાલ સંસ્થાન ચેરમેન શ્રી ડૉ. સંતવલ્લભ સ્વામીએ અને સ્વાગત પ્રવચન સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીએ કર્યું હતું
પૂજ્ય મહારાજશ્રી એ મોહનજી પધાર્યા એને વધાવતા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને આવતા ડિસેમ્બર મહિનામાં ધોલેરા ખાતે યોજાનાર મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા સારાયે સત્સંગ સમાજ વતી આમંત્રણ પાઠવ્યું.
કાર્યક્રમનું સંસ્થાના મુખ્ય કોઠારી પૂ. દેવસ્વામી, SGVP સંસ્થાના પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, ગઢડા મંદિરના ચેરમેન પૂ. હરિજીવન સ્વામી, જુનાગઢ મંદિરના ચેરમેન પૂ. પી.પી. સ્વામી, સાળંગપુર મંદિર કોઠારી પૂજ્ય વિવેક સ્વામી ઉપરાંત ધામ ધામથી સંતો અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ નિશુલ્ક હોસ્પિટલના ટ્રસ્ટીઓ , વડતાલ જુનાગઢ ગઢડા પ્રદેશના આગેવાનો, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ , સાંસદો, અધિવક્તાઓ અને ન્યાય તથા જર્નાલિઝમના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને યુવા સ્વયં સેવકો દ્વારા કરવામાં આવી હતી, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે..