ધૂળેટીની મજા મોત રૂપી સજામાં ફેરવાઈ! રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 17 લોકોના ડૂબી જવાથી મોત

By: Krunal Bhavsar
04 Mar, 2026

Holi 2026 tragedy : ગુજરાતમાં ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રંગોના ઉત્સવ દરમિયાન નદી અને તળાવોમાં નાહવા પડેલા નિર્દોષ લોકો માટે આ દિવસ કાળ સાબિત થયો છે. અમદાવાદ, સુરત, અરવલ્લી અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ડૂબી જવાની પાંચ મોટી ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ 17 લોકોએ જિંદગી ગુમાવી છે, જેના કારણે અનેક પરિવારોના ઘરે માતમ (Mourning) છવાઈ ગયો છે.

અમદાવાદ: સાબરમતી નદી અને સીતાપુર તળાવમાં કરુણ અંજામ

અમદાવાદના રિવરફ્રન્ટ (Riverfront) પર સાબરમતી નદીમાં નાહવા પડેલા કુબેરનગરના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

બીજી તરફ, અમદાવાદના સીતાપુર ગામે ઝોલાસર તળાવમાં ધુળેટી રમીને નાહવા ગયેલા 5 બાળકોમાંથી 3 માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. ફાયર વિભાગ અને હાંસલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી (Procedure) કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

કચ્છમાં ધૂળેટી પર્વે માતમ છવાયો

કચ્છ (Kutch) જિલ્લામાં ધૂળેટીના તહેવારની ઉજવણી બાળકો માટે કાળ સાબિત થઈ છે, જ્યાં આદિપુર નજીક શીણાય પાસે આવેલી નર્મદા કેનાલમાં (Canal) ન્હાવા પડેલા ત્રણ બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટના (Accident) સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી તેમનો આબાદ બચાવ (Rescue) કર્યો હતો. જોકે, ભવ્યરાજસિંહ નામનો એક અન્ય બાળક હજુ પણ લાપતા છે, જેની શોધખોળ માટે આદિપુર પોલીસ અને ફાયર વિભાગ (Fire Department) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તહેવારના દિવસે બનેલી આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા કેનાલના ઊંડા પાણીમાં ગુમ થયેલા બાળકની સઘન તપાસ (Search operation) હાથ ધરવામાં આવી છે.

મહીસાગર અને અરવલ્લી: આશાસ્પદ યુવાનો અને પિતરાઈ ભાઈઓએ જીવ ગુમાવ્યા

મહીસાગર જિલ્લાના કોઠંબા નજીક રાઘવના મુવાડા ગામે તળાવમાં નાહવા પડેલા 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. લુણાવાડાની રેસ્ક્યુ ટીમે (Rescue Team) ભારે જહેમત બાદ ચારેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એક જ ગામના ચાર યુવાનોના મોતે ગામને હિબકે ચઢાવ્યું છે.અરવલ્લીના માલપુરના નવા ગામે પણ હૃદયદ્રાવક (Heartbreaking) ઘટના બની છે, જ્યાં ધોરણ 5 અને 6 માં ભણતા બે પિતરાઈ ભાઈઓ રાયચંદ અને જૈમીન ડામોર તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય (MLA) ધવલસિંહ ઝાલા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપી હતી.

સુરત, અમરેલી અને અન્ય દુર્ઘટનાઓ

સુરતના માંગરોળના પાનસરા ગામે કીમ નદીમાં નાહવા ગયેલા ત્રણ મિત્રો – ચંદ્રભૂષણ, હેપ્પી અને સંજય માંગુકિયા ઊંડા પાણીમાં ગરકાવ (Submerged) થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયના મૃતદેહ બહાર કાઢી કીમ PHC ખાતે મોકલવામાં આવ્યા છે.ઉપરાંત, અમરેલીના બહારપરા વિસ્તારનો એક આશાસ્પદ યુવક પણ શેત્રુંજી નદીમાં નાહવા દરમિયાન ડૂબી જતાં મૃત્યુ પામ્યો છે. તહેવારના દિવસે (Festival day) જ બનેલી આ ઘટનાઓએ સમગ્ર ગુજરાતમાં ભારે ગમગીની ફેલાવી દીધી છે.


Related Posts

Load more