ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ

By: Nation Gujarat Team
04 Mar, 2026

ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તબક્કાવાર રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 9 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી

હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 4 માર્ચ થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેવા સંકેત છે. જેના કારણે લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.


Related Posts

Load more