રાશન દુકાનદારોના સંગઠનોએ પોર્ટેબિલિટી લેવડ-દેવડ વધવાના કારણે વધારાના 10થી 15 ટકા અનાજ કોટા આપવાની માગ કરી હતી. ઘણાં શહેરોમાં પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રાશન લઈ રહ્યાં છે. જેના કારણે મૂળ દુકાનદારોના કોટાનું અનાજ ઓછું પડી રહ્યું હતું. સરકારે આ માગને માન્ય રાખી અને 1 એપ્રિલથી માગ અનુસાર વધારાનું અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દુકાનદારોનો સ્ટોક ઓછો પડવાની સમસ્યા દૂર થશે.