બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા હવા ભરવાના મશીન સાથે અથડાતા મોત

By: Nation Gujarat Team
25 Feb, 2026

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. યુવક પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક બાઈકના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પેટ્રોલ પંપના હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર ટક્કર થતા યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના હૃદય કંપી જાય તેવા CCTV સામે આવ્યા છે.

બાઈકના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ધડાકાભેર અથડાઈ ગત 21 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વડોદરાના કલાલી ગામના ચાણક્યનગરીમાં રહેતો આદિત્યકુમાર રાજેન્દ્રભાઈ પરમાર (ઉંમર વર્ષ 19) બપોરના સમયે શહેરના મહાવીર ચાર રસ્તાથી પાણીગેટ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન યુવકે પોતાની બાઈક બેફામ સ્પીડે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સીધો દુધેશ્વર સોસાયટી સામે આવેલા ખાનગી પેટ્રોલ પંપ બહાર હવા પુરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી.

યુવકે ગંભીર ઈજાઓના પગલે સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો આ અકસ્માતવની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં યુવકના બાઈકની સ્પીડ એટલી ભયાનક હતી કે નજરે જોનાર પણ ચોંકી જાય. ભયાનક રીતે ટક્કર થતાં યુવક ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી યુવકને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેણે સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો પેટ્રોલ પંપ પાસે બનેલી અકસ્માતની ઘટના સમયે બાજુમાં રહેલી સ્ત્રી પણ ચોંકી ઉઠી હતી અને સ્તબ્ધ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ અન્ય વ્યક્તિ ત્યાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનામાં પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક યુવક આદિત્ય કેમેરા ફિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

 


Related Posts

Load more