ડાલીસણામાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું:સિપોર મઠના દેવગીરી મહારાજે સનાતન ધર્મ પર પ્રવચન આપ્યું

By: Nation Gujarat Team
22 Feb, 2026

ખેરાલુના ડાલીસણા ગામે હિંદુ સંમેલન સમિતિ દ્વારા એક વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડાલીસણા, ડભાડ, મહિયલ અને સાકરી સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં સનાતની હિંદુઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત સાધુ-સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. નાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.સિપોર મઠના મહંત દેવગીરી મહારાજે સનાતન ધર્મ પર પ્રવચન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત લોકોને ભારતીય સંસ્કૃતિ અપનાવવા, ધર્મ પ્રત્યે જાગૃત થવા અને દેશની સેવા કરવા અપીલ કરી હતી. મહારાજે દેશના સૈનિકોના યોગદાનના ઉદાહરણો પણ આપ્યા હતા.થાંગણા આશ્રમના રવિન્દ્રગીરી મહારાજે પણ હિંદુઓને એક થવા હાકલ કરી હતી. તેમણે દેશના મહાન પુરુષોના ઉદાહરણો આપી નાત-જાતના ભેદભાવ તોડીને એક હિંદુ તરીકે રહેવાનું આહ્વાન કર્યું હતું.

જશુભાઈ ચૌધરીએ પણ સનાતન ધર્મ વિશે પ્રવચન આપી દેશની અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સિપોર મઠના દેવગીરી મહારાજ, થાંગણા આશ્રમના રવિન્દ્રપુરી મહારાજ, ભાજપ નેતા પરથીભાઈ ચૌધરી, નિવૃત્ત DySP એમ.ડી. ચૌધરી સહિત મોટી સંખ્યામાં RSS સ્વયંસેવકો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


Related Posts

Load more