ઝિમ્બાબ્વેએ આ T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર અપસેટ સર્જ્યો છે. તેમણે છેલ્લી લીગ સ્ટેજ મેચમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું. ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે અણનમ 63 રન બનાવ્યા, જ્યારે સિકંદર રઝાએ 45 રન બનાવીને ટીમની જીતનો પાયો નાખ્યો.
અગાઉ, ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ પથુમ નિસાંકા અને પવન રત્નાયકેની ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા. પથુમ નિસાંકાએ 41 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા, જ્યારે પવન રત્નાયકે 25 બોલમાં 44 રન બનાવ્યા.
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ-Bમાંથી સુપર 8 માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. તેથી, આ મેચ માત્ર ઔપચારિકતા છે. ઝિમ્બાબ્વે-આયર્લેન્ડ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝિમ્બાબ્વે સુપર-8 માટે ક્વોલિફાય થયું. સુપર-8માં ઝિમ્બાબ્વેની ટીમ ભારત સામે પણ રમશે. આ ગ્રુપમાં ભારતની સાથે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ છે. ઝિમ્બાબ્વેનો મુકાબલો સુપર-8માં ભારત સામે ચેન્નઈમાં થશે.
નિસાંકાની ફિફ્ટી કામ ન આવી શકી શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાએ ફિફ્ટી ફટકારી. તેણે 41 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગાનો સમાવેશ થાય છે. નિસાંકાની ઇનિંગ છતાં, તેની ટીમ હારી ગઈ.