જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ નો મનમૂકીને નાચતો વીડિયો થયો વાઈરલ

By: Krunal Bhavsar
19 Feb, 2026

Rajpal Yadav’s Dance At Niece’s Wedding: રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસ મામલે લગભગ 11 દિવસ દિલ્હીની તિહાર જેલમાં રહ્યા. રાજપાલ યાવદ જેલમાં ગયા બાદ બોલિવૂડે તેમને ખૂબ સપોર્ટ કર્યો. જેમાં અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. દિલ્હી હાઈકોર્ટે તેમને ₹9 ​​કરોડના લોન કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. આમ, જેલથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવ મનમૂકીને નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રાજપાલ યાદવ મનમૂકીને નાચ્યો, વીડિયો વાઈરલ

દિલ્હી હાઈકોર્ટે ભત્રીજીના લગ્નના કારણે રાજપાલ યાદવને વચગાળાના જામીન આપ્યા છે. જેમાં ભત્રીજીના લગ્નના ફંક્શનમાં રાજપાલ ડાન્સ કરતાં હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી નાચી રહ્યા છે.

 

રાજપાલ યાદવે ભત્રીજીના લગ્નમાં સલમાન ખાનની ફિલ્મ “હેલો બ્રધર”ના ગીત “સરકી જો સર સે ધીરે ધીરે…” પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન રાજપાલ યાદવે ધોતી-કુર્તો પહેર્યો હતો. વાઈરલ વીડિયોમાં તે તેના પરિવાર સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે. જેલમાંથી મુક્ત થયા પછી તેઓ પરિવાર સાથે ખુશીની પળ વિતાવી રહ્યા છે.

રાજપાલ યાદવ જ્યારે જેલમાં હતા ત્યારે સોનુ સુદે તેમને એક ફિલ્મ ઓફર કરી હતી. જેની ફી પહેલા જ આપવાની વાત કહી હતી. આ સાથે રાજપાલ યાદવ પાસે વધુ બે ફિલ્મો છે, જેમાં ‘ભૂત બંગ્લા’ અને ‘વેલકમ ટૂ ધ જંગલ’ સામેલ છે.

રાજપાલ યાદવ વિવાદમાં કેવી રીતે ફસાઈ ગયા?

2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. 2018 માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે 5 કરોડ રૂપિયાની આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.


Related Posts

Load more