પ્રેમ પ્રકરણમાં યુવક પર ફાયરિંગ:પિતરાઈ ભાઈએ બહેનની સાથે પ્રેમસંબંધની અદાવત રાખીને પગમાં ગોળી ઘરબી,

By: Nation Gujarat Team
15 Feb, 2026

અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પગમાં યુવકને ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર, અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું છે. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના જ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને સમાધાન પણ થયું હતું.

જોકે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ આજે મોન્ટુ અને યુવક બંને અમદાવાદ આવ્યા હતાં. ચાણક્યપુરી ખાતે ભેગા પણ થયા હતા. આ દરમિયાન બોલાચાલી થઈ ત્યારે મોન્ટુએ તેના પાસેની રિવોલ્વર વડે યુવકના પગમાં ગોળી મારી હતી.

ગોળી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોન્ટુ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર મોન્ટુ દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


Related Posts

Load more