મેઘાલય ની ખાણ માં વિસ્ફોટ : મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આજે (5 ફેબ્રુઆરી) એક ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં 16 શ્રમિકોના મોત અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘટનાસ્થળે પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ મહાનિદેશક આઈ.નોંગરાંગે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ‘થાંગસ્કૂ વિસ્તારમાં આવેલી કોલસાની ખાણમાં સવારે વિસ્ફોટ થયો છે. બચાવ ટુકડી ફસાયેલા લોકોને શોધવા અને બહાર કાઢવા માટે કામગીરી કરી રહ્યા છે.’
તેમણે કહ્યું કે, ‘ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 16 લોકોના કરું મૃત્યુ રૂપી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે ખાણમાં કેટલા શ્રમિકો હતા, તેની વિગતો સામે આવી નથી. ખાણની અંદર અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઈસ્ટ જૈતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાશ કુમારે કહ્યું કે, એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ હોવાના કારણે તે યુવકને શિલોન્ગની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
Union Minister For Coal and Mines G Kishan Reddy tweets, “The tragic incident where several people lost their lives in an illegal coal mine in Meghalaya’s East Jaintia Hills district has caused me deep anguish. The Ministry of Coal is in touch with the Meghalaya Government to ensure a swift rescue of those that are still trapped inside. I have also instructed the Ministry to seek a full fledged report from the State Government so that accountability is fixed and such incidents are not repeated.”
કોલસાની ખાણમાં ખાણકામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હોવાની પોલીસને આશંકા છે. રિપોર્ટ મુજબ આ ખાણ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. જ્યારે પોલીસે પૂછપરછ અને તપાસ કરી ત્યારે ખાણ ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જોકે વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેની તપાસ કરવામાં આવશે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ વર્ષ 2014માં મેઘાલયના પર્યાવરણને થતા નુકસાનને બચાવવા માટે અને સુરક્ષાને ધ્યાને રાખીને રેટ-હોલ કોલસાની ખાણ અને અયોગ્ય રીતે ચાલી ખાણકામની પ્રવૃતિઓ બંધ કરાવી દીધી હતી. આ સાથે જ ટ્રિબ્યુનલે આ પદ્ધતિથી કાઢવામાં આવેલા કોલસાની ગેરકાયદેસર અવરજવર પર પણ સંપૂર્ણ રોક લગાવી દીધી હતી.
मेघालय के ईस्ट जैंतिया हिल्स ज़िले के थांग्सकाई गांव में एक गैर-कानूनी कोयला खदान में बड़ा धमाका हुआ।
इस घटना में मरने वालों की संख्या बढ़कर 18 हो गई है।#Meghalaya #CoalMine #Blast pic.twitter.com/cAeeJFSMrp
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 5, 2026