ચાંદીના વળતા પાણી? વહેલી સવારે મોટો કડાકો, એક ઝાટકે આટલો ઘટી ગયો ભાવ; સોનું પણ તૂટ્યું

By: Nation Gujarat Team
30 Jan, 2026
Gold-Silver Price Crash: ઘણા સમયથી ચાલી રહેલી તેજી બાદ આજે શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો (Gold-Silver Price Crash) થયો છે. આજે શુક્રવારે સૌથી મોટો ઘટાડો ચાંદીના ભાવમાં (Silver Price Crash) જોવા મળ્યો છે. MCX પર ચાંદીનો ફ્યુચર્સ ભાવ લગભગ 24,000 રૂપિયા સુધી તૂટી ગયો છે. માત્ર ચાંદી જ નહીં, પણ સોનાના ભાવ પણ તૂટ્યા (Gold Rate Fall) છે અને ખુલતાની સાથે જ સોનું 8,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ગયું છે.
આજે કેટલો ઘટ્યો ચાંદીનો ભાવ? – સૌથી પહેલા ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાની વાત કરીએ તો ગઈકાલે એટલે કે ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ રોકેટની સ્પીડે દોડ્યા હતા અને ઇતિહાસમાં પહેલી વખત 4 લાખ રૂપિયા પ્રતિ કિલોની સપાટીને વટાવી ગયા હતા. જોકે, છેલ્લે ચાંદી 3,99,893 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. શુક્રવારે જ્યારે MCX પર કારોબાર શરૂ થયો, ત્યારે 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ફ્યુચર્સ ભાવ 23,993 રૂપિયા તૂટીને 3,75,900 રૂપિયા પર પહોંચી ગયો.
બીજી તરફ, ગુરુવારે ચાંદીએ જે નવું લાઈફ ટાઈમ હાઇ લેવલ બનાવ્યું હતું, તેની સરખામણીમાં તો એક જ દિવસમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો લાઈફ ટાઈમ હાઈ ભાવ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને અહીંથી એક જ દિવસમાં તે 44,148 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે.
સોનું પણ આટલું સસ્તું થયું – સોનામાં પણ થયો ઘટાડો – ચાંદી પછી વાત કરીએ સોનાના ભાવમાં થયેલા ઘટાડાની, તો MCX પર સોનાના ભાવમાં પણ ઘટાડો (Gold Rate Crash) જોવા મળ્યો છે. ગઈકાલે ગુરુવારે ચાંદીની જેમ સોનું પણ જોરદાર તેજી સાથે ગોડ્યું હતું અને નવા ઑલ ટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યા પછી અંતે 1,83,962 રૂપિયાના લેવલ પર બંધ થયું હતું. પરંતુ શુક્રવારે જ્યારે 2 એપ્રિલની એક્સપાયરીવાળું ગોલ્ડ ખુલ્યું, ત્યારે એક ઝટકામાં 8,862 રૂપિયાના ઘટાડા સાથે સસ્તું થઈને 1,75,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયું.
લાઇફ ટાઈમ હાઈથી કેટલું સસ્તું થયું સોનું? – આપણે સોનાના હાઈ લેવલની વાત કરીએ તો, ગુરુવારે જ સોનાના ભાવ રોકેટ સ્પીડે દોડતા 1,93,096 રૂપિયાના નવા લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા હતા. આ ભાવ સાથે સરખામણી કરીએ તો સોનું શુક્રવારે 17,996 સસ્તુ થઈ ગયું છે.

Related Posts

Load more